Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

હળવદમાં હાથ પગ ન ધોઇ શકાય તેવા દુષિત પાણી વિતબરણથી લોકોપ્રસ્વ

હળવદ,તા.૬: શહેરમાં નગર પાલિકા દ્વારા છેલ્લા ૧૫ દિવસથી શહેરના અમુક વિસ્તારોમાં દૂષિત પાણી વિતરણ કરાતું હોય જેનો ઉકેલ લાવવા માં તંત્ર નિષ્ફળ નીવડ્યું છે . પાલિકાઙ્ગ દ્વારા વિતરણ કરાતું પાણી એટલી હદે દૂષિત છે કે નળ માંથી કિચડ બહાર આવતું હોય તેવા રંગમાં દૂષિત પાણી લોકોના દ્યર સુધી પહોંચી રહ્યું છે તેમ છતાં પણ હજુ પાલિકા તંત્ર દ્વારા કાંઈ જ પગલાં ભરવા ના આવતા જેના કારણે લોકોમાં ભારે રોષ ફેલાયો છે

હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે જેના કારણે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી પણ ભરાઈ જતા ગંદકી જોવા મળી રહી છે, વરસાદી માહોલના કારણે રોગચાળાએ પણ શહેરમાં માથું ઊંચકયું છે જેના કારણે શહેરની તમામ ખાનગી તેમજ સરકારી હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઇ રહી છે ત્યારે શહેરીજનોના જણાવ્યા પ્રમાણે પાલિકા દ્વારા પાણી આપવામાં આવી રહ્યું છે તે એટલી હદે દૂષિત છે કે કીચડના રગડા જેવું પાણી નળમાંથી બહાર આવે છે જે પાણી પીવા માટે તો શું હાથ ધોવા માટે પણ યોગ્ય નથી આવું પાણી છેલ્લા પંદર દિવસથી આપવામાં આવી રહ્યું છે.

આ મામલે જો રજૂઆત કરવા માં આવે તો કોઈ યોગ્ય જવાબ મળતો નથી તેવું લોકો જણાવી રહ્યા છે. જેથી આવા સમયે શહેરીજનો ને નાછૂટકે પીવા માટે પાણીની બોટલો મંગાવી રહ્યા છે તેમજ વાપરવા માટે પાણીના ટેન્કર મંગાવવા પડી રહ્યા છે તો બીજી તરફ જે લોકો ગરીબ છે તે લોકો પાણી ખરીદી શકતા નથી જેથી તેઓ આ કાદવ વાળું દૂષિત પાણીજ પીવામાં ઉપયોગ કરે છે ત્યારે આવીઙ્ગ પાલિકાની બેદરકારીને કારણે શહેરમાં રોગચાળો પણ વકરે તેવી દહેશત છે,

ત્યારે હાલ તો શહેરીજનોને પાલિકા દ્વારા વહેલી તકે પીવાનું સ્વચ્છ પાણી પૂરું પાડે તેવી માંગ કરી રહ્યા છે.

(10:26 am IST)