Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

ભાડેરના મર્ડરમાં વોન્ટેડ જુસર અને અમીન જોવા મળે તો પોલીસને જાણ કરો

રાજકોટ તા.૬: પાટણવાવ પો.સ્ટે. વિસ્તારની હદમાં ભાડેર ગામે ગઇ તા. ૪/૦૭ નાં રોજ જીવનભાઇ છગનભાઇ સાંગાણીનું આરોપીઓ જુસબ અલ્લારખા સાંઘ રહે. રવની તથા અમીન ઇસ્માઇલ સાંઘ રહે. રવની જી. જુનાગઢ નાઓએ ફાયર આર્મસ હથીયાર વડે ફાયરીંગ કરી મોત નીપજાવી નાસી છુટેલ છે.

 આ આરોપીઓ વિશે કોઇપણ માહિતી મળેતો એલ.સી.બી. પો.ઇન્સ. જે.એમ. ચાવડા મોબાઇલ નંબરઃ ૯૯૭૮૯ ૪૪૯૨૧, પાટણવાવ પો.સ્ટેે. પો. સબ.ઇન્સ. પી.જે. બાંટવા મો.નં: ૯૯૨૫૨ ૫૬૫૬૨ તથા પાટણવાવ પો.સ્ટે. લેન્ડલાઇન નંબરઃ ૦૨૮૨૪ ૨૮૭૩૨૯ પર જાણ કરવા પોલીસે અપીલ કરી છે.

(11:54 am IST)
  • જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લામાંથી આતંકીઓએ કર્યું પોલીસ કોન્સટેબલનું અપહરણ: આતંકીઓએ કોન્સ્ટેબલ જાવેદ અહમદને શોપિયાંના કચદૂરા ગામમાંથી એક સ્થાનિક મેડિકલની દુકાનમાંથી અપહરણ કરી લીધું છે. access_time 1:02 am IST

  • પેટ્રોલ- ડીઝલના ભાવમાં એકધારો ત્રીજા દિવસે વધારો:શનિવારે પેટ્રોલના ભાવમાં લીટરે 12 પૈસા અને ડીઝલમાં લિટરે 11 પૈસાનો વધારો :શુક્રવારે પેટ્રોલમાં લિટરે 14 પૈસા અને ડીઝલમાં 17 પૈસાનો વધારો ઝીંકાયો હતો :ભાવ વધારો સવારે છ વાગ્યાથી લાગુ પડશે access_time 10:23 pm IST

  • અહીં ખુશ્બુ છે શરાબની મોદીજી ! કેટલાક દિવસો તો રહો ગુજરાતમાં !:ગાંધીનગરમાં હાર્દિક પટેલ,અલ્પેશ ઠાકોર અને જીજ્ઞેશ મેવાણીએ ગાંધીનગરના દારૂની જનતા રેડ કરી :ડીએસપી ઓફિસથી 100 મીટર દૂર પકડ્યો દારૂ :અલ્પેશ ઠાકોરે કહ્યું ''યહાઁ ખુશ્બુ હૈ શરાબકી મોદીજી !! કુછ દિન તો ગુજારો ગુજરાતમેં ! access_time 11:48 pm IST