સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 6th July 2018

ભાડેરના મર્ડરમાં વોન્ટેડ જુસર અને અમીન જોવા મળે તો પોલીસને જાણ કરો

રાજકોટ તા.૬: પાટણવાવ પો.સ્ટે. વિસ્તારની હદમાં ભાડેર ગામે ગઇ તા. ૪/૦૭ નાં રોજ જીવનભાઇ છગનભાઇ સાંગાણીનું આરોપીઓ જુસબ અલ્લારખા સાંઘ રહે. રવની તથા અમીન ઇસ્માઇલ સાંઘ રહે. રવની જી. જુનાગઢ નાઓએ ફાયર આર્મસ હથીયાર વડે ફાયરીંગ કરી મોત નીપજાવી નાસી છુટેલ છે.

 આ આરોપીઓ વિશે કોઇપણ માહિતી મળેતો એલ.સી.બી. પો.ઇન્સ. જે.એમ. ચાવડા મોબાઇલ નંબરઃ ૯૯૭૮૯ ૪૪૯૨૧, પાટણવાવ પો.સ્ટેે. પો. સબ.ઇન્સ. પી.જે. બાંટવા મો.નં: ૯૯૨૫૨ ૫૬૫૬૨ તથા પાટણવાવ પો.સ્ટે. લેન્ડલાઇન નંબરઃ ૦૨૮૨૪ ૨૮૭૩૨૯ પર જાણ કરવા પોલીસે અપીલ કરી છે.

(11:54 am IST)