Gujarati News

Gujarati News

News of Thursday, 6th June 2019

બેટ દ્વારકાના દરીયામાં જેતલસર પંથકના બે મુસ્લિમ યુવકો ડૂબી જતા લાપત્તા

ખંભાળીયા, તા. ૬ :. યાત્રાધામ બેટ દ્વારકાના હાજી કિરમાણી નજીકના દરીયામાં ન્હાવા પડેલા જેતલસરના બે મુસ્લિમ યુવકો લાપત્તા થતા ફાયરબ્રિગેડની ટીમો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ જેતપુર તાલુકાના જેતલસર ગામના ૧૧ મહિલા અને ૬ પુરૃષો ગઈકાલે ઈદ મનાવ્યા બાદ આજે બીજા દિવસે બેટ દ્વારકા હાજી કિરમાણી દરગાહમાં દર્શન કરીને દરીયા કિનારે ફરવા આવ્યા હતા.

ત્યાર બાદ નિજામશા હનીફશા શાહમદાર (ઉ.વ. ૨૩) અને રજત સિકંદર બ્લોચ (ઉ.વ. ૧૭) દરીયામાં ન્હાવા પડતા બન્ને લાપત્તા થયા હતા. બનાવની જાણ થતા બેટ દ્વારકા મરીન પોલીસ, ઓખા ફાયરબ્રિગેડ ટીમ અને ઓખા મરીન પોલીસની ટીમ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે.

(4:38 pm IST)