Gujarati News

Gujarati News

News of Thursday, 6th June 2019

ભાણવડ-કલ્યાણપુર પંથકમાં બેના કમોત

ખંભાળીયા, તા. ૬ : ભાણવરના મોડપર ગામના પાટીયા નજીક રોડની સાઇડમાં બેઠેલા વૃદ્ધ ડાયાલાલ ટીડાભાઇ પાઠક ઉ.૭૦ વાળા એક સ્કૂટી નં.જીજેરપએસ૩૦૧પના ચાલકે હડફેટે લઇ વૃદ્ધ ડાયાલાલને ગંભીર ઇજાઓ થતા સારવાર દરમિયાન મોત નિપજતા મૃતકના પુત્ર જનકભાઇએ આરોપી સ્કૂટી ચાલક સામે ફરીયાદ નોંધાવાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

કલ્યાણપુરના જુવાનપુર ગામે ચાલીને જઇ રહેલ બાળકી વસંતી ઉ.૮ વાળીને એક ટ્રક ડમ્પર જીજે૧૦ ઝેડ-પપપ૭ના ચાલકે હડફેટે લઇ બંને પગમાં ફેકચર કરી ગંભીર ઇજા કરી મોત નિપજાવ્યાની ફરીયાદ મૃતક બાળકીના પિતા છગનભાઇ ડાભીએ નોંધાવાતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

(2:03 pm IST)