Gujarati News

Gujarati News

News of Thursday, 6th June 2019

સિક્કા થર્મલ પાવર સ્ટેશનમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી

જામનગર : ગુજરાત સ્ટેટ ઇલેકટ્રીસીટી કોર્પોરેશન લીમીટેડ, થર્મલ પાવર સ્ટેશન સિકકા ખાતે પર્યાવરણ પર લોક જાગૃતિ અર્થે તા.૩૧ મે ર૦૧૯ થી પ જુન ર૦૧૯ના અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ. જેમાં પર્યાવરણ જતન અને રક્ષણ પર આધારીત પત્રિકા વિતરણ અને તાલીમ કાર્યક્રમો, કિવઝ તેમજ સ્લોગન સ્પર્ધાઓ, ફિલ્મ શો આયોજન, બેનર તેમજ પોસ્ટરનું પ્રદર્શન અને વૃક્ષારોપણ જેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. જેમાં સમગ્ર કર્મચારીગણ મહિલા મંડળ વર્કિગ વૃમન્સ કમિટી સભ્યો, સીઆઇએસએફ અધિકારી ગણ મુંગણી ગામના સરપંચશ્રી તેમજ ગ્રામજનોએ સહર્ષ ભાગ લીધો હતો. વિશ્વ પર્યાવરણ દિવસના આયોજનને સફળ બનાવવા સંકુલના વડા શ્રી એસ.એસ. પટેલના માર્ગદર્શન હેઠળ સર્વે કર્મચારીગણે જહેમત ઉઠાવી હતી.

(2:03 pm IST)