Gujarati News

Gujarati News

News of Thursday, 6th June 2019

ધોરાજીની ડ્રીમ સ્કુલ નીટ પરીક્ષામાં અગ્ર

ધોરાજીઃ મેડીકલ પ્રવેશ માટેની પરીક્ષા નીટના પરીણામમાં ધોરાજીની ડ્રીમ ઇન્ટરનેશનલ સ્કુલની વિદ્યાર્થીની ચાંગેલા જાનકી રાકેશભાઇએ સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તારમાંથી સૌથી વધુ ૬૮૦/૭ર૦ ગુણ પ્રાપ્ત કરી સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં પ્રથમ સ્થાન મેળવ્યુ છે.  ગુજરાતના પ્રથમ પાંચમાં અને સમગ્ર ભારતના પ્રથમ૧૦૦ વિદ્યાર્થીમાં સ્થાન પ્રાપ્ત કરેલ છે. તેમની આ અસામાન્ય સિધ્ધીને શાળાના શિક્ષકો હીતેશ ખરેડ, ડો. કેતન પોપટ તથા અશોક વઘાસીયા વગેરે શિક્ષકગણે તેમનું સન્માન કરી બીરદાવી હતી તે તસ્વીર.

(11:55 am IST)