Gujarati News

Gujarati News

News of Thursday, 6th June 2019

કચ્છમાં ઇદના દિવસે સાસુ-સસરાને ઘેર નહીં જવાની જીદમાં પતિએ ઠપકો આપતા પત્નીએ કેરોસીન પીધું

ભુજ તા. ૬ :..  ઇદના પવિત્ર દિવસે ઘર કંકાસે ભુજના કોડકી ગામે પતિ-પત્ની વચ્ચે ખટરાગ સજર્યો હતો. ભુજના કોડકી ગામે બનેલા આ બનાવ સંદર્ભે પત્નીને હોસ્પિટલમાં લઇ આવનાર પતિ ગની જુસબ મેરે ફરીયાદ લખાવી છે.

જે અનુસાર ઇદનો પવિત્ર દિવસ હોઇ તેમણે પોતાની પત્ની હસીનાને સાસુ-સસરાને ઘેર ઇદ મુબારક કરવા માટે વાત કરી હતી. પણ પત્નીએ ના પાડતા બંને પતિ-પત્ની વચ્ચે ખટરાગ થયો હતો, પરિણામે ઉશ્કેરાટમાં આવીને પત્ની હસીનાએ કેરોસીન પી લીધું હતું.

કેરોસીન પી લીધા બાદ પત્ની હસીનાને ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાં દાખલ કરી છે, જયાં તેની સારવાર ચાલી રહી છે.

આ દંપતીનો લગ્નગાળો ચાર વર્ષનો છે, ફરીયાદ અંગે માનકુવા પોલીસે તપાસ શરૂ કરી છે.

(11:53 am IST)