Gujarati News

Gujarati News

News of Thursday, 6th June 2019

ઉનાના વાંસોજમાં સ્ટેટ મોનેટેરીક સેલ ત્રાટકયુઃ ૧૪૦ બોટલ ઇંગ્લીશ દારૂ ઝડપાયો

ઉના તા. ૬ : વાંસોજ ગામે રહેણાક મકાનમાં રાખેલ ૧૪૦ ઇંગ્લીશ દારૂની બોટલ સાથે એક આરોપીને સ્ટેટ મોનેટરીંગ સેલ ગાંધીનગર પોલીસે પકડી પાડયા હતા.

ગાંધીનગર સ્ટેટ મોનેટરીંગ સેલ ગાંધીનગરના પોલીસ મયુરસિંહ મેપાભાઇ ત્થા સ્ટાફે બાતમીના આધારે ઉના તાલુકાના વાંસોજ ગામે જયસુખગીરી કાનગીરી ગોસ્વમી રે-વાંસોજ વાળાના ઘરમા તપાસ કરતા પ્લાસ્ટીકના બાચકામાં પરપ્રાંતની ઇંગ્લીશ દારૂની બોટલ નંગ ૧૪૦ રૂ.૭૦૦૦ ની કિંમતની મળી આવતા પકડી નવાબંદર મરીન પોલીસ સ્ટેશને લાવી ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી આ દારૂનો જથ્થો એક અજાણ્યો વ્યકિત આપી ગયાનું જણાવતા તે કોણ હતો તેની તપાસ શરૂ કરી છે.

(11:49 am IST)