Gujarati News

Gujarati News

News of Thursday, 6th June 2019

ઉનામાં પ્લાસ્ટીકની જાળીમાં ફસાયેલ ક્રોબાને જીવદયા પ્રેમીએ બચાવ્યો

ઉના તા. ૬ :.. જીવદયા પ્રેમી અશોકભાઇ ચૌહાણ છેલ્લા ર૦ વરસથી ઝેરી બિનઝેરી સાપ અજગરને કુનેહપૂર્વક પકડી લોકોને ભય મુકત કરવાની વિનામુલ્યે સેવા કરે છે.

શહેરમાં રામનગર ખારા વિસ્તાર એક મકાનના ફળીયામાં બાંધેલ પ્લાસ્ટિકની જાળીમાં એક ઝેરી કોબ્રા જાતિનો સાપ ફસાઇ ગયો હતો અને અશોકભાઇને જાણ કરતા તુરંત આવી કુનેહથી જાળી કાપી કોબ્રા ને પકડી ડબ્બામાં પુરી જંગલ ઝાડી વિસ્તારમાં છૂટો મુકી લોકોને ભય મુકત કરી જીવદયા પ્રવૃતિ કરતા તેને અભિનંદન મળી રહ્યા છે.

(12:02 pm IST)