Gujarati News

Gujarati News

News of Thursday, 6th June 2019

રિલાયન્સ-જામનગરનાં કર્મચારી ભરત શર્માએ એવરેસ્ટ સર કર્યોઃ ભારતનો ત્રિરંગો લહેરાવ્યો

આવી વિશિષ્ટ સિધ્ધિ મેળવનાર રિલાયન્સ પરિવારના પ્રથમ સભ્ય બન્યા

જામનગર તા. ૬ :..  રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના જામનગર મેન્યુફેકચરીંગ ડિવિઝનના કર્મચારી શ્રી ભરત શર્માએ ૨૨ મે ૨૦૧૯ ના રોજ વિશ્વના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટ પર ભારતનો ત્રિરંગો લહેરાવવીને દેશનું ગૌરવ વધાર્યું છે.

સાડત્રીસ વર્ષની ઊંમર ધરાવતા શ્રી ભરત શર્મા આ પ્રકારની સિધ્ધિ મેળવનારા રિલાયન્સ પરીવારના પ્રથમ સભ્ય  બન્યા છે. એવરેસ્ટ સર કરવાની સાથે શ્રી શર્મા અત્યાર સુધીમાં એવરેસ્ટ પર વિજય મેળવનારા ૪૨૨ ભારતીયોની સાથે વિશ્વના કુલ ૪૫૦૦ પર્વતારોહતોની યાદીમાં સ્થાન પામ્યા છે.

શ્રી શર્માએ ૮૮૪૮ મીટર અથવા ૨૯,૦૨૯ ફૂટની ઊંચાઈ ધરાવતા શિખર પર ૨૨ મે ૨૦૧૯ ના દિવસે સવારે નવ વાગ્યે ભારતીય રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો.

પોતાના એવરેસ્ટ રોહણના અનુભવ અંગે વાત કરતાં શ્રી ભરત શર્માએ જણાવ્યું હતું કે,  વિશ્વના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટ પર ત્રિરંગો લહેરાવાનું મારું સ્વપ્ન પૂર્ણ થયું છે. પર્વતારોહણ દરમિયાન હવામાન અને વાતાવરણની પડકારજનક પરિસ્થિતિઓ હોવા છતાં પણ મેં શિખર પર પહોંચવાના મારા સ્વપ્નને સાકાર કરવા પર મારું ધ્યાન કેન્દ્રિત રાખીને મારી યાત્રા ચાલુ રાખી હતી. આ સિધ્ધિ મેળવવાના મારા અભિયાનમાં મને નાણાંકીય સહયોગ અને નૈતિક હિંમત અને ટેકો પૂરો પાડવા બદલ હું મારી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો અને સમગ્ર રિલાયન્સ પરીવારનો હૃદયપૂર્વક આભાર માનું છું.

માઉન્ટ એવરેસ્ટ સર કરતાં પહેલાં શ્રી શર્માએ વિશ્વમાં ૮,૦૦૦ મીટરથી વધારે ઊંચાઇ ધરાવતા ૧૪ પર્વત શિખરોમાં સ્થાન પામતા માઉન્ટ માનાસ્લુ પર સપ્ટેમ્બર ૨૦૧૮જ્રાક્નત્ન આરોહણ કર્યું હતું. માઉન્ટ માનાસ્લુ શિખર ૮,૧૬૩ મીટર અથવા ૨૬,૭૮૧ ફૂટની ઊંચાઈએ આવેલું છે.

આ અગાઉ સન્ ૨૦૧૬જ્રાક્નત્ન, શ્રી શર્માએ આફ્રિકાના સૌથી ઊંચા શિખર માઉન્ટ કિલિમાંજરો, જે ૫,૮૯૫ મીટરની ઊંચાઇએ આવેલું છે, પર પણ ભારતીય ત્રિરંગો લહેરાવ્યો હતો.

વિશ્વના ટોચનાં પર્વત શિખરો પર વિજય મેળવનારા પર્વતારોહક હોવા ઉપરાંત શ્રી શર્મા દોડવીર પણ છે અને તેમણે અમદાવાદમાં યોજવામાં આવેલી ૭૬ કિલોમીટરની સરદાર પટેલ રીંગ રોડ પર યોજનાયેલી દોડ (૨૦૧૬), ૧૨૧ કિલોમીટરની કચ્છમાં ધોળાવીરાની રન ધ રણ (૨૦૧૮), ૨૧૧ કિલોમીટરની મનાલીથી લેહ સુધીની ધ હાઇ ફાઇવ (૨૦૧૮), ૨૦૦ કિલોમીટરની અમૃતસરથી ચંદિગઢ સુધીની શેર-એ-પંજાબ (૨૦૧૮), ૧૬૦ કિલોમીટરની જેસલમેરથી લોંગેવાલા સુધીની ધ બોર્ડર દોડ પ્રતિયોગિતાઓ નિશ્યિત સમયમાં પૂરી કરી હતી.

(11:45 am IST)