Gujarati News

Gujarati News

News of Thursday, 6th June 2019

જામજોધપુરના મોટીગોપમાં મેગા સર્વરોગ નિદાન સારવાર કેમ્‍પ યોજાયો

જામજોધપુર, તા. ૬ : મોટીગોપ ગામે ગ્રામ પંચાયત તથા ડી.સી.સી. કમ્‍પનીના સહયોગથી ગ્રામ્‍યજનો માટે ફ્રી નિદાન સારવાર કેમ્‍પનું આયોજન થયેલ. જેમાં વિનામૂલ્‍યે દવા, બાળરોગ નિષ્‍ણાંત,સ્ત્રીરોગના નિષ્‍ણાંત, આંખ, કાન, નાક, ગળા તથા સારણગાંઠ, હાડકાઓના રોગના નિષ્‍ણાંત, ચામડીના રોગના નિષ્‍ણાત વગેરેના તમામ ડોકટર્સ ઉપસ્‍થિત રહી ગામના જુદા જુદા રોગની સારવાર માટે ૪પ૦થી વધુ દર્દીઓએ લાભ લીધેલ છે. જેની તપાસ માટે આઇપીજીટી એન્‍ડ આરએ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી-જામનગર દ્વારા કરવામાં આવેલ હતી.

જેમાં લાઇફ બ્‍લડ સેન્‍ટર-રાજકોટ દ્વારા મહારકતદાન શિબિરનું પણ સહયોગ આપેલ જેમાં અંદાજે ૩પ જેટલા રકતનું દાન કરવામાં આવેલ હતું. જેમાં તમામ આયોજન ગામના સરપંચશ્રી, પાથર જયોત્‍સનાબેન ભરતભાઇ તથા ઉપસરપંચ, નંદાણીયા વર્ષાબેન સુરેશભાઇ તથા સદસ્‍યશ્રી અને ટીમ દ્વારા સર્વરોગ નિદાન કેમ્‍પને સફળ બનાવેલ. જેઓ દ્વારા તમામને ભોજનની વ્‍યવસ્‍થા પણ કરી આપેલ હતી. જેમાં કામગીરીમાં શાળાના નિવૃત શિક્ષક મહેતા શાંતિલાલ કે. તથા શાળાના આચાર્ય એસ.એ. મહેતા હાજરી આપેલ હતી તથા ડી.સી.સી. કંપની -જામનગરના અધિકારી અનિલ નિગમ તથા તલજિતસિંગ તથા જુવાનસિંહ સોલંકી જેઓની ખાસ હાજર રહેલ હતા. કાર્યક્રમને સફળ બનાવેલ છે.

(10:44 am IST)