Gujarati News

Gujarati News

News of Thursday, 6th June 2019

જસદણમાં બાથરૂમમાં પડી જતાં સોની વૃધ્ધ મનુભાઇ થડેશ્વરનું મોત

રાજકોટ તા. ૬: જસદણમાં છત્રી બજારમાં રહેતાં મનુભાઇ આત્મારામભાઇ થડેશ્વર (ઉ.૭૦) નામના સોની વૃધ્ધ ૩૦/૫ના સાંજે પાંચેક વાગ્યે બાથરૂમમાં પડી જતાં માથામાં ઇજા થતાં જસદણ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ ગત રાત્રીના મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલાએ જરૂરી કાર્યવાહી કરી જસદણ પોલીસને જાણ કરી હતી. મૃતક અપરિણીત હતાં. બનાવથી સ્વજનોમાં શોક છવાઇ ગયો હતો.

(10:30 am IST)