Gujarati News

Gujarati News

News of Thursday, 6th June 2019

જસદણના કમળાપુરમાં જીણામેરની વાડીમાં દરોડો : જુગાર રમતા ૬ ઝડપાયા

વલ્લભ વાઘાણી, શંભુ ધોળકીયા, બાબુ રામાણી, સવા મેર, નારણ ઓતરાદી અને જીણા મેરની ધરપકડ

જસદણ તા ૬ : જસદણના કમળાપુર પાસે મેર શખ્‍સની વાડીમાં પોલીસે દરોડો પાડી જુગાર રમતા ૬ શખ્‍સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ રૂરલ એસ.પી. બલરામ મીણાની સુચનાથી ભાડલા પોલીસ સ્‍ટેશનના પી.એસ.આઇ. એન.એચ. જાની તથા હેડ કોન્‍સ. મામૈયાભાઇ તથા અરવિંદભાઇ સહીત પેટ્રોલીંગમાં હતા ત્‍યારે પી.એસ.આઇ. જોષીને મળેલ બાતમીના આધારે કમળાપુર ગામ પાસે જીણા દેવાભાઇ મેરની વાડીમાં દરોડો પાડી કમળાપુરમાં રહેતા વલ્લભ કરશનભાઇ વાઘાણી, શંભુ મોહનભાઇ, બાબુ શામજીભાઇ રામાણી, સવા ઠાકરશીભાઇ મેર, નારણ માંડણભાઇ ઓતરાદી, અને જીણા દેવાભાઇ મેરને જુગાર રમતા પકડી લઇ રૂા ૧૦૮૧૦ની રોકડ સહીતની મત્તા કબજે કરી કાર્યવાહી કરી હતી

(10:25 am IST)