Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

ટંકારામાં રેલી-પર્યાવરણ શુધ્ધિ યજ્ઞ, વૃક્ષારોપણ - ચિત્ર સ્પર્ધા યોજાયા

ટંકારા તા. ૬ :.. પર્યાવરણ દિવસની ઉજવણી ઉમંગભેર કરાયેલ.

ટંકારા તાલુકા પંચાયત કચેરી, તાલુકા વિકાસ અધિકારી કચેરી ગ્રામ પંચાયત તથા ગ્રામજનો દ્વારા પર્યાવરણ દિવસની ઉજવણી કરાયેલ.

ટંકારાના દયાનંદ ચોકમાંથી રેલી નીકળેલ. તેમાં ઇન્ચાર્જ તા. વિ. અ. ભીમાણી સાહેબ, આઇ. આર. ડી. સ્ટાફ, મામલતદાર કચેરી સ્ટાફ, ટંકારા ગ્રામ પંચાયત સ્ટાફ વિગેરે મોટી સંખ્યામાં જોડાયેલ દયાનંદ ચોકથી લતીપર ચોકડી સુધી વિશાળ રેલી નીકળેલ.

ટંકારામાં આર્ય સમાજ દ્વારા કષ્ટભંજન હનુમાનજી મંદિર, લોવાસ તથા ગાયત્રીનગર, ખાતે પર્યાવરણ શુધ્ધિ માટે યજ્ઞ કરાયેલ.

આર્ય સમાજના મંત્રી હસમુખ પરમારે જણાવેલ કે પર્યાવરણ શુધ્ધિ માટે યજ્ઞ તથા વૃક્ષો જરૂરી છે. આ માટે સતત કાર્ય કરવું જોઇએ.

આર્ય વિદ્યાલયમાં વૃક્ષારોપણ કરાયેલ તેમજ પર્યાવરણ અંગે ચિત્ર સ્પર્ધા યોજાયેલ રાણપુરા મિશ્રા, હાર્દિકભાઇના જન્મ દિવસ નિમિતે તેના હસ્તે વૃક્ષારોપણ કરાયેલ હતાં. રોપાઓનું વિતરણ કરાયેલ. રેન્જ ફોરેસ્ટ ઓફીસર ડી. એલ. કોરીંગા, પ્રતાપસિંહ ઝાલા, મેહુલભાઇ સંઘાણી વિગેરે ઉપસ્થિત રહેલ.

અમૃતમ વિદ્યાલય મીતાણા ખાતે વૃક્ષારોપણ કરાયેલ. (પ-૧૭)

(12:37 pm IST)