Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

ધોરાજીની SBI પાંચ દીવસ બંધ રહેતા ર૦ હજાર ગ્રાહકોમાં રોષ

ધોરાજી તા. ૬ : ધોરાજીમાં સૌથી મોટી બેંકની છાપ ધરાવતી સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયામા ઓછા સ્ટાફના કારણે અને જે હાજર છે એ સ્ટાફ વિવેક ભુલી જતા ગ્રાહકોમાં અસંતોષ જોવા મળતો હતો એવામાં તા.૩૦/૩૧ બે દિવસ કર્મચારી હડતાલ હતી જેમાં ર૦ હજાર ગ્રાહકો બેકીંગ વહીવટથી પરેશાન થયો હતો બાદ તા. ર/૬/૧૮ શનિવારના રોજ અચાનક સર્વર બંધ થઇ જતા ગ્રાહકો પરેશાન થયા હતા અને બેંકના દરવાજા બંધ કરી દીધા હતા જેથી ગ્રાહકો બેંક બંધ જોઇ નાસીપાસ થયા હતા બાદ રવિવારની જાહેર રજા અને સોમવારે બેંક ખુલતા ગ્રાહકો મોટી સંખ્યામાં આવી પહોંચ્યા હતા પરંતુ સર્વર ચાલુ નહી થતા અને વધુ ગ્રાહકો સાથે જીભા જોડી થતા તાત્કાલીક બેંકના દરવાજા બંધ કરી દેતા ગ્રાહકોમાં ભારે અસંતોષ જોવા મળ્યો હતો.

આમ જોવા પાંચ દિવસ બેંક બંધ રહેતા ર૦ હજાર ગ્રાહકોમાં અસંતોષ જોવા મળ્યો હતો.

આ બાબતે પૂર્વ નગર સેવક નરેશભાઇ પટ્ટણીએ જાણાવેલ કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયામાં છેલ્લા ઘણા સયમથી સ્ટાફના અભાવે હજારો ગ્રાહકો હેરાન થાઇ છે પહેલા બે વિન્ડો ખોલવામાં આવતો હતો હવે સુવિધા વધારવાના બદલે ઘટાડી એક વિન્ડો કરી નાખતા ગ્રાહકોને પૈસા જમા ઉઘાર કરવા માટે કલાકો સુધી લાઇનમાં ઉભા રહેવુ પડે છે અંતે બેંકના કર્મચારીઓ વ્યવસ્થીત જવાબ દેતા નથી વિવેક ભુલી જાઇ છે. એ વ્યાજબી નથી.

આ બાબતે એસબીઆઇના બ્રાંચ મેનેજર સોહીલ પાનસુરીયાનો સંપર્ક સાધતા તેવોએ બેંક બંધને સમર્થન આપતા જણાવેલ કે તા.૩૦ અને ૩૧ બે દિવસ હડતાલના કારણે બેંક બંધ રહેલ હતી બાદ તા.૧ શુક્રવાર રાબેતા મુજબ ચાલુ રહી અને શનિવારના રોજ સર્વર બંધ થઇ જતા બેંકના દરવાજા બંધ કરવાની ફરજ પડી હતી જે બાબતે પોરબંદર હેડ ઓફીસને જાણ કરતા ટેકનીશ્યન આવેલ અને રવિવારે રજા હતી સોમવારે બેંક ચાલુ દિવસમાં પણ સર્વર બંધ રહેતા ગ્રાહકોના ફલો સામે દરવાજા બંધ કરવાની ફરજ પડેલ હતી. બાદ સોમવારે સવાર સુધીમાં સર્વર ચાલુ થઇ જતા મંગળવારે રાબેતા મુજબ બેંક ચાલુ છ.ે

એસબીઆઇ માં કેટલા ગ્રાહકો છે જે બાબતે બ્રાંચ મેનેજર રૂપાપરાએ જણાવેલ કે ર૦ હજાર ગ્રાહકો છે જેમાં સૌથી વધુ સરકારી કર્મચારીઓ પેન્સનરો-ઉદ્યોગપતિઓ સામાન્ય ગ્રાહકો છ.ે પરંતુ ૩૦ કર્મચારીની ઘટના કારણે બે વિન્ડોમાંથી ૧ વિન્ડો ચાલુ કરેલ છે જેમાં ગ્રાહકોને મોટી તકલીફ પડે છે  જે બાબતે કર્મચારી વધારવા પોરબંદર વડી કચેરી ખાતે ફરીયાદ કરેલ છે.(૬.૧૩)

 

(12:35 pm IST)