Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

જામકંડોરણાના ધોળીધાર ગામે છોકરી ને ભગાડી જવાના મામલે મારામારી

મહીલાને ઈજા હોસ્પિટલ ખસેડાઈ

ધોરાજી, તા.૬: જામકડોરણાના ધોળીધાર ગામે છોકરીને ભગાડી જવા ના મામલે મારામારીમાં મહીલા ને ઈજા થતાં સારવાર મા હોસ્પિટલમાં ખસેડાયેલ છે આ બનાવ અગે પોલીસ ગૂનો નોધવા ની તજવીજ હાથ ધરી છે

આ અગે પોલીસ મથકે થી જાણવા મળેલી માહિતી મુજબ જામકડોરણા ના ધોળીધાર ગામે મુકતાબેનકેશૂભાઇનો પૂત્ર

થોડા દિવસ પહેલા ગામની છોકરી ને ભગાડી જતા છોકરી ના કુટુંબીજનો એ મૂકતાં બેન કેશુ ભાઈ પર લાકડી વડે હુમલો કરતાં ગંભીર ઈજા થતાં સારવાર મા રાજકોટ હોસ્પિટલ ખસેડાયેલ છે આ બનાવ અગે પોલીસે ગૂનો નોધવા ની તજવીજ હાથ ધરાઈ છે

આ બનાવ અગે ઈજાગ્રસ્ત ના કુટુંબીજન વિનોદ ભાઈ પોલીસ ને જણાવયૂ હતું કે ગામના વલ્લભ અને તેના કુટુંબીજનો એ મૂકતાંબેન પર લાકડીથી હુમલો કરી માર મારતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા મુકતાબેનના પતિ હયાત નથી. તેઓ છુટક મજૂરી કરીને ધર ચલાવી રહ્યા છે તેઓનો દિકરો થોડાં સમય પહેલાં સામાવાળાની દિકરી ને ભગાડી જતા હૂમલો કરાયો છે આ અગે પોલીસ સમક્ષ ફરિયાદ કરાઈ છે.(૨૨.૮)

(12:34 pm IST)