Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

જુનાગઢ ઉપલા દાતારના દર્શને ભીખાભાઇ જોશી

જૂનાગઢ : કોમી એકતાના પ્રતિક એવા ઉપલા દાતારના દર્શને ગઇકાલે ધારાસભ્ય ભીખાભાઇ જોષી ગયા હતા અને મહંત પૂ. વિઠ્ઠલબાપુના આશિર્વાદ લીધા હતા અને દાતારની જગ્યાનો વિકાસ અને વ્યવસ્થા જોઇને પ્રભાવિત થયા હતા દાતારની જગ્યામાં યાત્રિકોની સુવિધા માટે સીડી પર બેઠક અને પાણી માટેની વિશેષ વ્યવસ્થા અને સીડી પર છાંયડો કરવા વગેરે બાબતોની સરકારના યાત્રાધામ વિકાસ બોર્ડમાં અસરકારક રજૂઆત કરવા ખાત્રી આપી હતી. દાતારની આટલી ઉચાઇ પર આવેલી આ જગ્યામાં અવિરત અન્નક્ષેત્ર ચાલી રહ્યુ છે જેમાંના હજારો ભકતો દર્શન અને પ્રસાદનો લાભ લે છે. ત્યારે આ જગ્યાના વિકાસ માટે સરકારમાંથી વિશેષ ગ્રાન્ટ ફાળવવા ભીખાભાઇ જોષી રજૂઆત કરશે. ઉપરોકત તસ્વીરમાં દાતારબાપુની ગુફામાં દર્શન કરી મહંત પૂ. વિઠ્ઠલબાપુના આશિર્વાદ લેતા ધારાસભ્ય ભીખાભાઇ જોષી યુથ કોંગ્રેસ પ્રમુખ કાર્તિક ઠાકર, મનોરંજન સર્કિટ હાઉસના મેનેજર પ્રફુલ્લભાઇ જોષી નજરે પડે છે. (અહેવાલ : વિનુ જોષી, તસ્વીર મુકેશ વાઘેલા, જુનાગઢ)

(11:43 am IST)