Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

સુરેન્દ્રનગર જિલ્લાના દુધ ઉત્પાદકોને પ્રતિ કિલો ફેટે રૂ ૬૩.૧૭ પૈસા મુજબ રૂ ૮૦.૦૦ કરોડ ચુકવાશે

પશુપાલકોને ગત વર્ષની સરખામણીએ પ્રતિ કિલો ફેટે રૂ ર૩/- ના વધારા સાથે રૂ ૬૭૫/- મુજબ દુધનો ભાવ ચુકવાયેલ ચેરમેન બાબાભાઇ

સુરેન્દ્રનગર તા ૬ : સુરેન્દ્રનગર ડેરી દ્વારા વર્ષ ર૦૧૭-૧૮ દરમ્યાન દૈનિક મહતમ ૭.૨૫ લાખ કિલો દુધનુ  સંપાદનકરી જિલ્લામાં શ્વેવેત ક્રૉતિ સર્જેલ છે. અનેે સોૈરાષ્ટ્ર ક્ષેત્રે મોખરાનું સ્થાન ધરાવે છે. સુરસાગર ડેરી સાથે ૧.૩૨ લાખ પશુપાલકો જોડાયેલ છે તેમના આર્થિક અને સામાજીક વિકાસ માટે દુધ સંઘ સતત પ્રયત્નશીલ છે. પશુપાલોકોને વધુમાં વધુે માં વધુ દુધના ભાવ મળે તે માટે પ્રયત્ન કરવામાં આવે છે.

નિયામક મંડળની બેઠકમાં જિલ્લાનાદુધ ઉત્પાદકોને પ્રતિ કિલો ફેટે રૂા ૬૩.૧૭ પૈસા મુજબ ૮૦.૦૧ કરોડ રાખેલ  દુધ ભાવ ચુકવવાનું નક્કી કરવામાં આવે છે. દુધ સંૈઘના ચેરમેનશ્રી બાબાભાઇ ભરવાડે જણાવ્યું કે, જિલ્લાના પશુપાલકોને આગલા વર્ષની સરખામણીએ પ્રતિ કિલો ફેટરૂા ૨૩/- ના વધારા સાથ ૬૭૫/- મુજબ દુધના ભાવ ચુકવાયેલ છે તેમજ આગલા વર્ષની સરખામણીએ ૧૪ ટકાના વધારા સાથેઙ્ગરૂ ૯.૯૦ કરોડ રાખેલ દુધ ભાવ વધુ ચુકવેલ છેઙ્ગ

દુધ સંઘનું ટર્ન ઓવર આગલા વર્ષની સરખામણીએ ૭૩.૮૯ કરોડના વધારા સાથે રૂા ૮૯૨ કરોડ પહોંચેલ છે તેમજ ચોખ્ખો નફો રૂા ૨૧.૪૦ લાખના વધારા સાથે રૂા ૨.૬૮ કરોડ થયેલ છે. આ રીતે દુધ સંઘ સતત વિકાસના પંથે આગળ વધી રહેલ છે.

ચેરમેનશ્રી એ જણાવ્યું કે, સુરસાગર ડેરીને વિકાસની આગવી ઉંચાઇ સુધીલઇ જઇને વિકાસના ફળ છેવાડાના ગામડાના વિકાસથી વંચીત નાનામા નાના પશુપાલક/દુધ ઉત્પાદક સુધી પહોંચાડવાનો દ્રઢ નિર્ધાર વ્યકત કરૂ છું. તેઓશ્રીએ વધુમાં જણાવેલ કે વિતેલ વર્ષ દરમ્યાન દુધ સંઘ અને દુધ ઉતપાદકોને પડેલ મુશ્કેલીને ધ્યાને લઇ દુધ ઉત્પાદકોના આર્થિક હીતને સાથે રાખી રાજય બહાર દુધના માર્કેટીંગ માટેના પ્રયત્નો હાથધરેલ છે.

આ પ્રસંગે  દુધ સંઘના વાઇસ ચેરમેેેનશ્રી સુરાભાઇ રબારી,ડિરેકટરશ્રી મંગળસિંહ પરમાર, રૂપાભાઇ ભરવાડ, નરેન્દ્રસિંહ રાણા, નરેશભાઇ મારૂ, ગેલાભાઇ ભરવાડ, ધીરૂભાઇ દેગામા,શ્રીમતી જનકબેન જાદવ,શ્રીમતી રજંુબેન નાંગહ,સગરામભાઇ ભરવાડ, ગભરૂભાઇ કલોત્રા, સિંધાભાઇ ગોહિલ, વાઘાભાઇ કુંમખાણીયા, પ્રભુભાઇ પટેલ અને સુરેશભાઇ રબારીએ સહમતિ સાથે દુધ સંઘના વિકાસને વધાવી ખુશી વ્યકત કરી હતી તેમજ જિલ્લાના પશુપાલકોમાં ખુશી છવાઇ છે.

(11:41 am IST)