Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

ગઢડાના વિકડીયાના જયસુખભાઇ કોળીનું બાઇક પરથી પટકાતાં મોત

રાજકોટ કામે આવતી વખતે ગલકોટડી પાસે બનાવઃ પરિવારમાં શોક

રાજકોટ તા. ૬: બોટાદના ગઢડા તાબેના વિકડીયા ગામે રહેતો કોળી યુવાન ગલકોટડી પાસે બાઇક પરથી પડી જતાં મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે.

જાણવા મળ્યા મુજબ વિકડીયા ગામે રહેતો જયસુખભાઇ શામજીભાઇ રાઠોડ (ઉ.૩૫) ગઇકાલે સવારે અગિયારેક વાગ્યે બાઇક હંકારી રાજકોટ પ્રાઇવેટ નોકરી કરતો હોઇ અહિ આવતો હતો ત્યારે રસ્તામાં ગલકોટડી પાસે બાઇક પરથી પડી જતાં ઇજા થતાં બેભાન થઇ જતાં બાબરા સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ સાંજે મોત નિપજ્યું હતું.

મૃતક ત્રણ ભાઇ અને એક બહેનમાં નાનો હતો. સંતાનમાં એક પુત્ર છે. જેણે પિતાનું છત્ર ગુમાવતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.

(11:39 am IST)