Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

ઉનાનાં ગુપ્ત પ્રયાગ ત્રિવેણી ઘાટે નાવ મનોરથ

ઉના થી ૭ કિ.મી. દુર ગુપ્ત પ્રયાગ તિર્થ સ્થાન આવેલ છે. ત્યાં મહાપ્રભુજીની ૬૭મી બેઠક પણ છે. ત્યાં પુરૂષોતમ માસ નિમિતે મહાપ્રભુજીની બેઠકનાં વૈષ્ણવ સંપ્રદાય દ્વારા ૩ નદીનો સંગમ થાય છે. તેવી ત્રિવેણીઘાટે વિષ્ણુ કુંડમાં ભવ્ય મનોરથ ઉજવાયો હતો. જેમાં પ્રથમ ચુંદડી મનોરથ સંગમનું ફુલોથી પુજન સેંકડો સાડી જળને ધરેલ હતી. ત્યારબાદ ટોપલીમાં ઠાકોરજીને બેસાડી જળવિહાર કરાવી નાવ ઉત્સવ મનોરથ યોજાયો હતો જેમાં ગુપ્ત પ્રયાગનાં મહંત વિવેકાનંદ બાપુ, પુષ્ટીસંપ્રદાય હવેલીનાં મુખ્યાજી હાજર રહયા હતા અને સોૈરાષ્ટ્ર ભરમાંથી સેંકડો વૈષ્ણવભકતો હાજર રહી દિવ્ય મનોરથ નાં દર્શન કરી ધન્ય બન્યા હતાં. (તસ્વીર- અહેવાલઃ નવીન જોષી, ઉના)

(11:39 am IST)