Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

ગોંડલ પાસે ટ્રક ઉંધો વળ્યો

ગોંડલ રાજકોટ નેશનલ હાઇવે ભુણાવા ચોકડી પર બપોરના સુમારે સુરેન્દ્રનગર થી અમોનીયા કેમીકલ ના બેરલ ભરી જુનાગઢ જઇ રહેલા જીજે ૦૩-એકસ૨૨૦૯ નંબરનો ટ્રક ટાયર ફાટતાં પલટી મારી જતા એમોનીયા ભરેલા બેરલો રોડ ઉપર પછડાયા હતા. ટ્રક ડ્રાઇવર ઇકબાલખાન મલેક નો ચમત્કારીક બચાવ થવા પામ્યો હતો. ટ્રક રોડ ઉપર આડો થઇ પલટી ખાઇ ગયો હોય થોડા સમય ટ્રાફીક અટવાયો હતો.

(11:35 am IST)