Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

COVID-19 અંતર્ગત લોકડાઉન સમયગાળા દરમિયાન

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વેટરનરી કોલેજના ફાર્મમાં પશુ-પક્ષીઓની દેખરેખ અને હોસ્પિટલમાં પશુઓની ઇમરજન્સી સારવાર મિનિમમ સ્ટાફ દ્વારા કાર્યરત

જુનાગઢ તા. ૬ : સમગ્ર દુનિયામાં કોરોના વાયરસના સંક્રમણનો ઝડપથી ફેલાવો થઈ રહયો હોય, ત્યારે ભારત દેશમાં ૧૪ એપ્રીલ ૨૦૨૦ સુધી ૨૧ દિવસનું સંપૂર્ણ લોકડાઉન જાહેર થયેલ છે. જેનાં અન્વયે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનાં કુલપતિ અને સંશોધન નિયામક ડો. વી. પી. ચોવટીયા સાહેબના માર્ગદર્શન હેઠળ પશુચિકિત્સા અને પશુપાલન મહાવિધ્યાલયનાં આચાર્ય અને ડીન ડો. પી. એચ. ટાંકના નેતૃત્વમાં વેટરનરી કોલેજ સલગ્ન આવશ્યક સેવાઓ માટે મિનિમમ સ્ટાફથી  વ્યવસ્થા ઊભી કરેલ છે.

જેમાં અત્રેના શૈક્ષણિક પશુધન ફાર્મ સંકુલમાં પ્રાધ્યાપક અન વડા ડો. કે. રવિકલાની દૈનિક હાજરી અને વ્યવસ્થાપનથી ઓછામાં ઓછા શૈક્ષણિક સ્ટાફ અને ફાર્મ લેબરથી ગાયો-ભેંસો, ઘેટાં-બકરા, ઘોડા, ઊંટ, સસલા અને મરઘાં સહિતના જુદા-જુદા પક્ષીઓની સાર-સંભાળ અને દેખરેખ માટે વ્યવસ્થા કરેલ છે. આ ઉપરાંત અત્રેના પશુ સારવાર સંકુલમાં બિમાર પશુની ઈમરજન્સી સારવાર માટે અને લેબોરેટરી એનિમલસની સાર-સંભાળ માટે મિનિમમ સ્ટાફ દ્વારા આવશ્યક કામગીરી ચાલુ રખાયેલ છે. તેમ કૃષિ યુનિવર્સિટીની સત્તાવાર યાદીમાં જણાવાયું છે. (૨૧.૧૩)

 

(1:03 pm IST)