Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

પોરબંદર જિલ્લામાં ખેતીને સરકાર દ્વારા પ્રોત્સાહનની જરૂર

ખેડૂતોની કોઠાસૂઝથી સારી ગુણવત્તાના ઘઉં, માંડવી, બાજરો, જુવાર, મકાઇ, ઘાણા, જીરૂનું ઉત્પાદનઃ બાગાયતી પાકમાં સફળતાઃ વિશિષ્ટ ભૌગોલિક સ્થિતિને લીધે ખાસ યોજના અમલી બનાવવા સૂચનો

પોરબંદર તા. ૬ : જીલ્લામાં ખેતી વિકાસ જરૂરી છે. ખેડુતને પ્રોત્સાહીત કરવા આગેવાનોએ સ્વયંભૂ-વિવિધ સરકારની પ્રોત્સાહક યોજનાઓનો લાભ અપાવવા આગળ આવવું જોઇએ.ગ્રામપંચાયત તાલુકા પંચાયત જીલ્લા પંચાયતના સભ્યો કે પ્રમુખ સરપંચ તલાટીઓએ પક્ષપક્ષીનું અંતર દુર કરવાનું તથા  સંકુચિત માનસ હટાવવાની જરૂર છે.

દેશી રજવાડા સયમથી પોરબંદર રાજયે ખેત વિકાસને પ્રોત્સાહન મળેતેવા ભરપુર પ્રયત્નો કરેલ છે ખેડુત પુત્રને કૃષિક્ષેત્ર અભ્યાસ માટે અલગ શિક્ષણ ફંડ ઉભુ કરાયેલ છે અભ્યાસ કરવા માંગતા ખેડુત પુત્રને અથવા અન્ય વિદ્યાર્થીને અપાય છે. પૂર્વ સાંસદ ભરતભાઇ ઓડેદરા પહેલા તેઓના સ્વર્ગસ્થ પિતાશ્રી એડવોકેટ માલદેવજીભાઇ એમ. આડેદ્રા રાજયના સર્વ પ્રથમ રાજયકક્ષાના ત્યારબાદ પૂર્ણ કક્ષાના નાણામંત્રીશ્રી  તેમજ સૌરાષ્ટ્ર રાજયના સમયમાં કુતિયાણાના ત્યારબાદ પોરબંદરના ધારાસભ્ય લોકસભાના સભ્ય જી.પી.સી.સી.પ્રમુખ પદ પર જવાબદારી રહેલ ખેતી વિકાસ શહેરી વિકાસ પ્રત્યે ધ્યાન આપી પોરબંર વિશ્વના સભા, સંસદીય લોકસભા વિસ્તાર સાથે નગરપાલિકાના વિકાસમાં મહત્વ પૂર્ણ યોગદાન આપેલક માલદેવજીભાઇ ઓડેદ્રાના નિધન પછી તેમજ પૂર્વ સાંસદ ભરતભાઇ ઓડેદ્રાએ રાજકીય નિવૃતી લીધા બાદ પોરબંદર તાલુકા જીલ્લામાં જોઇએ તેવો કૃષિ વિકાસને પ્રોત્સાહન મળેલ નથી.

બરડો વિસ્તાર બોખીરાથી મિયાણી બોખીરાથી અડવાણા, બખરલા, નાગકા, જ્યુબેલીથી રાણાવાવ તાલુકાના આદિત્યાણા વિસ્તાર ગણાય. ખેતી વિકાસ થાય છે. પરંતુ સરકારી પ્રોત્સાહન મળતું નથી. આ વિસ્તારો ખેડૂત પોતાની કોઠા સુઝથી ખેતી વિકસીત કરી રહ્યા છે. આ વિસ્તારમાં મુખ્ય પાકમાં ઘઉં, માંડવી, બાજરો, જુવાર, મકાઇ, મરચા, કપાસ, કયાંક કયાંક પ્રાયોગીક ધોરણે કઠોળ, ધાણા, જીરૂ ઉત્પાદન લેવાય છે. બગવદા અડવાણા વિસ્તારની પટ્ટી પર બાગાયતી પાક ઉત્પન વાવવાનું શરૂ કરાયેલ છે. તેમાં સફળતા મળી જેમાં ખારેક અમુક ગ્રામ્ય ખેતમાં મોસંબી નું વાવેતર થયેલ છે. કેરીનો પાક માત્ર ખાંભોદર થતો ને પણ ગણયા ગાંઠયા આંબાના વૃક્ષો હતા. તેની કેરી અથાણામાં રસના ચૂસણા તરીકે જાણીતી હતી. ફળ નાનું વર્તમાન સ્થિતિએ પંથકમાં  પુષ્કળ પ્રમાણમાં કેરીનું આંબાના વૃક્ષોનું વાવેતર થતા અગ્રીમ સ્થાને રહેલ છે.

ખાપટ કોલીખડા કે અન્ય વિસ્તારમાં કંદમુળ- બટેટાની ખેતી થઇ શકે તેમ છે. તેમજ અન્ય તૈયાર થતા પાક આદુ, સુરણ લઇ શકાય છે. વરસો પહેલા ખાપટ માંથી બટેટા વહેંચવા માટે આવતા પણ તે ખેત ઉત્પાદન અદૃશ્ય થઇ ગયેલ છે. આ બટેટામાં કાંઇક ખામી થતા ઉત્પાદન લેવાતું નથી. ચાર દિવસથી વધુ રહી શકતા ન હતા. ફળ નાનું મધ્યમ રહેતું પરંતુ ત્યારબાદ સરકારે પ્રોત્સાહન આપેલ નથી.  રાજ્યે ખાપટમાં બાગ સાકાર કરેલ હાલ હૈયાત છે. સરકાર હસ્તક છે. તેમાં ચીલાચાલુ વિકાસ છે જ્યારે સ્વ. અમીલાલ જીવનભાઇ ઢાંકી બાગયત અધિકારી હતા. ત્યારે તેઓએ ખાપટ()માં વિવિધ બાગાયતી ખેતી-શાકભાજી-નાગરવેલના પાનને મીઠા (કલકતી)નું વાવેતર સફળ થયેલ.

પ્રગતિ શીલ ખેડૂત ૧૦ દશ-વિસ કિલોના રીંગણા, કોબી કે દૂધી વાળી પ્રગતિ કર્યાના દાવો કરે ને તે વિકાસ કહી શકાય કહેવાય સમગ્ર ઘેડ પંથકમાં ખેતી વિકાસની જરૂર છે. માત્ર ડુંગળ-લસણ, ચણા, મગ, ઓરીયા કે અન્ય કઠોળ પાક. અનાજમાં ઘઉં, ગુંદરી, કમોદ (ડાંગર) કે મરચાનાં પાક લેવાય છે. ને પણ શિયાળામાં શરદ ઋતુના પ્રારંભે વાવેતર થાય છે. જેમાં અનાજ-ઘઉં કે ગુંદરી પાક નહિંવત ઉત્પન્ન થાય છે. કમોદ (ડાંગર) પાક લગભગ અદૃશ્ય બની ગયેલ છે. એકાદ બે ગામમાં વાવેતર થતાં હોય તો ભલે, મરચા પાકમાં પણ તે જ સ્થિતિ છે. એક સમયે ઘેડ પંથક ઘઉં, ગુંદરી અને કમોદ (ડાંગર) મગ અન્ય કઠોળ માંગ રહેતી. ઘેડના ચણા પોતાનું વર્ચસ્વ જાળવેલ છે. મગમાં મીઠા કાળા ગણાતા બાસરીયા મગનું ઉત્પાદન ઘટયું છે. માંડવી વાવતા શરૂઆત થઇ છે અને કપાસનું વાવેતર થાય છે. શાક-બકાલામાં નહીંવત પાક છે. પાંદડી-રીંગણા ગણાય.

ઉપરવાસમાંથી આવતી લોકમાતા ભાદર ઓઝત-મધુવંતી જે અનુક્રમે ભાદર ચોટીલાના ડુંગરમાંથી ઓઝત અમરેલી પાસે - મધુવંતી પણ તે જ વિસ્તારના ગીરન ડુંગરમાં આવે છે. તેના પુર આવતા ઘેડ વિસ્તારમાં પથરાય જતાં માત્ર એક જ પાક લેવાય છે.

પુરના પાણી વેડફાઇ જાય છે. એક માત્ર ઓઝત નદી ઘેડમાં  આવતાં પથરાતા તેના પુરમાંથી નાની એવી વેધલી નદી બની છે. જે સાત ગામની ખેતીને પાણી પુરૂ પાડે છે.  અમીપુર પાસે બંધ બાંધી વધેલી નદીને રોકી રાખવામાં આવેલ છે. તે પાણી સંગ્રહ સિંચાઇમાં ઉપયોગ કરાય છે.

(12:00 pm IST)