Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

મોરબીના ઉદ્યોગપતિઓ દ્વારા કોરોના સામે જંગમાં ૫.૨૮ કરોડની આર્થિક સહાય

 મોરબી,તા.૬: સિરામિક એસોના હોદેદારો, સભ્યો અને ઉદ્યોગપતિઓએ કોરોના સામેના જંગમાં સરકારના હાથ મજબુત બનાવવા આર્થિક સહાયનો ધોધ વરસાવી રહ્યા છે જેમાં ચાર-પાંચ દિવસ પૂર્વે ઉદ્યોગપતિઓને અનુદાન આપવા અપીલ કરવામાં આવી હતી અને માત્ર આટલા દિવસના સમયમાં અત્યાર સુધીમાં કુલ ૫ કરોડથી વધુની રકમ આપવાની જાહેરાત કરવામાં આવી છે જેમાં સીએમ ફંડમાં ૨,૫૦,૨૭,૬૩૮ અને પીએમ ફંડમાં ૨,૭૮,૨૬,૭૭૪ એમ કુલ મળીને ૫,૨૮,૧૮,૪૧૨ રૂપિયાનું ફંડ એકત્ર કરવામાં આવ્યું છે અને મોરબીના ઉદ્યોગપતિઓ પ્રતિ દિન સરેરાશ એક કરોડના અનુદાનની જાહેરાત કરી રહ્યા છે.

લોકડાઉનને પગલે રોજનું કમાઈને ખાનાર શ્રમજીવી પરિવારો માથે આફત આવી છે ત્યારે મોરબી સિરામિક એસો દ્વારા ગરીબોને રાશન કીટ વિતરણ કરવામાં આવી રહી છે પ્રતિદિન ૩૦૦ થી વધુ એમ કુલ ૧૫૦૦ રાશન કીટ વિતરણ કરવાનું આયોજન કરાયું છે જેમાં તાજેતરમાં સિરામિક એસો પ્રમુખ મુકેશભાઈ ઉધરેજા, કિશોરભાઈ ભાલોડીયા, જીજ્ઞેશભાઈ કૈલા સહિતના અગ્રણીઓના હસ્તે રાશન કીટ વિતરણ કરાઈ હતી.

(11:59 am IST)