Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

ટંકારા તાલુકામાં દવા છંટકાવ તાલુકાના કરાશે

ટંકારાઃ કોરોના વાયરસનો ફેલાવો અટકાવવા માટે, બાર એશોસીએશનના પ્રમુખ પરેશભાઇ ઉજરીયા, પ્રવિણભાઇ સંઘાણી, ત્રીભોવનભાઇ પટેલ દ્વારા  દવા છંટકાવ કરવાનું નક્કી કરાયેલ અને ભારત સીડસ કોર્પોરેશન તા. ચિરાગ ઉજરીયા, રણજીત ડોબરીયા, પારસ સંઘાણી  દ્વારા  ભુતકોટડામાં દવા છંટકાવ મશીન દ્વારા કરાયેલ.  ટંાકાર તા. દોરીનાકા રોડ ભરવાડવાસ, દયાનંદ ચોક, જીવાપરા શેરી, નગરનાકા  રોડ ઘેટિયાવાસ સહિતના તમામ વિસ્તારો દવા છટકાંવમાં આવરી લેવાયેલ છે. દવા છંટકાવની મશીન ઓપરેટરની કામગીરીમાં મહેશભાઇ ભાગીયા, વસંતભાઇ ઉજરીયા, નિમેશભાઇ ચૌધરી  દ્વારા કરવામાં  આવે છે.  ચિરાગભાઇ ઉજરીયાએ જણાવેલ કે ભારત સીડસ કોર્પોરેશન દ્વારા વિના મુલ્યે દવાનો છટકાવ કરવામાં આવે છે. યાત્રીસેક ગામડાઓના  સરપંચોએ  અમારો  સંપર્ક કરેલ છે. દવા છંટકાવની કામગીરીમાં  અગ્રણીઓ  કાનાભાઇ ત્રવેદી, ભુપતભાઇ ગોધાણી, રસીકભાઇ દુબરીયા  સવાર થી સાંજ સુધી દવા છંટકાવ કામગીરીમાં જોડાયને  સહકાર આપેલ. દવા છટકાવ કામગીરીની તસ્વીર. (તસ્વીરઃ હર્ષદરાય કંસારા-ટંકારા)

(11:45 am IST)