Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

વાંકાનેરમાં દરરોજ વીસ હજાર લોકોને ભોજન પ્રસાદઃ''અન્નપૂર્ણા રથ'' ૨૫ રીક્ષામાં શરૂ

 વાંકાનેર : જરૂરીયાતમંદ પરિવારોની જઠરાગની ઠારવા ૨૫ રીક્ષામાં ''અન્નપૂર્ણા રથ'' સાથે વીસ હજાર લોકોને બપોરે ગરમા-ગરમ ભોજન- પ્રસાદનો મહા પ્રારંભ નગરપાલિકા, શહેર- ભા.જ.પ સંગઠન અને શ્રી ગણેશ ઉત્સવ સમિતિના ત્રીવેણી સંસ્થા દ્વારા કર્યા છે. ઘણા પરિવારો કે જે રોજનું કમાયને રોજ ખાતા એવા પરિવારની વાહરે અનેક સંસ્થાઓ, યુવાનો, સંગઠનો  દ્વારા આવા પરિવારને ખાદ્ય સામગ્રીની કીટ આપી રહ્યા છે. તો ઘણી સેવાભાવી સંસ્થા દ્વારા કોઇપણ જાતના ભેદભાવ વગર ભુખ્યાઓને બે ટાઇમ ગરમ ભોજન પહોંચડવા પોતાના વાહનો સેવામાં ઉતાર્યા છે. સવારથી રાત્રી સુધી ચા-પાણી નાસ્તા અને ભોજનો પીરસી ખરા અર્થમાં માનવસેવા એજ પ્રભુસેવાનાં સુત્રને સાર્થક કરી રહ્યા છે.

૨૧ દિવસના લોકડાઉન સાથે ધંધા રોજગાર બંધ રહેતા નાના અને જરૂરીયાત મંદ પરિવારને ઘર સુધી ખાવાનું પહોંચાડવુ જરૂરી જણાતા વસાથે સામાન્ય વર્ગપણ આવા સમયે મદદની અપેક્ષા રાખતુ હોય તેને ધ્યાનમાં રાખી ઉપરોકત ત્રણેય સંસ્થા દ્વારા વાંકાનેરના પૂર્વ નગર પ્રમુખ જીતુભાઇ સોમાણીના નેતૃત્વ હેઠળ બે-ત્રણ દિવસના સર્વે બાદ વીસ હજાર જેટલા શહેરી વિસ્તારના લોકોને ભોજન-પ્રસાદ પહોંચાવાનું ભગીરથ કાર્યનો પ્રારંભ કર્યો છે. અને ૨૪ કલાક રસોડા ધમધમતા કર્યા છે.

જેમાં ગરમા ગરમ ભાવનગરી ગાંઠીયા, બુંદી અને બટેટાનું શાક બનાવી ''અન્નપૂર્ણા રથ''ના સ્ટીકરો વાળી ૨૫ ઓટો રીક્ષા  મારફતે શહેરના તમામ વિસ્તારમાં ભુખ્યા અને જરૂરીયાત મંદ પરિવારોને ભોજન કરાવવાના ભગીરથ કાર્યના પ્રારંભે નગરપાલિકા કચેરી પાસેથી ૨૫- અન્નપૂર્ણા રથ રીક્ષાને શ્રી ગાયત્રી શકિત પીઠના અશ્વીનભાઇ રાવલ, શ્રી ફાળેશ્વર મહાદેવ મંદિરના સંચાલક કાનજીભાઇ પટેલ-(પટેલ બાપુ)ના વરદ હસ્તે શ્રી અન્નપૂર્ણા માતાજીના જય જયકાર સાથે લીલી ઝંડી બતાવી ૨૫ રથને પ્રસ્થાન કરાવેલઆ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ શ્રી રમેશભાઇ વોરા, શહેર ભાજપ પ્રમુખ દીનુભાઇ વ્યાસ, મોરબ ી જીલ્લા ભાજપના ઇન્દુભા જાડેજા, યોગેન્દ્રસિંહ ઝાલા, યુવા ભાજપ પ્રમુખ રાજ સોમાણી, અમિત સેજપાલ, વાકાંનેર ચેમ્બર્સ એન્ડ કોર્મસના પ્રમુખ પ્રજ્ઞેશભાઇ પટેલ, ઉપરાંત અગ્રણી ઉદ્યોગપતિઓ શહેર ભાજપ સંગઠનના હોદેદારો કાર્યકરો, વાંકાનેર નગરપાલિકાના જુદા-જુદા વોર્ડના સદસ્યો કર્મચારીઓ, શ્રી ગણેશ ઉત્સવ સમિતિના સર્વે કાર્યકરો ડીસકન્સ જાળવી ઉભા રહ્યા હતા. શહેરના જુદા- જુદા વિસ્તારોમાં ૨૫ રિક્ષા સાથે ૨૦૦ કાર્યકર ો સેવામાં જોડાયા છે જ્યાં સુધી લોકડાઉન રહે ત્યા સુધી આ સેવા ચાલુ રહેશે તેવી આયોજકોએ જાહેરાત કરી હતી.

(11:40 am IST)