Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

સૌની યોજનાના પાણી ગોંડલ પહોંચ્યા

ગોંડલઃ કોરોનાના કહેર વચ્ચે  ઉનાળાની શરૂઆત થઈ છે. ત્યારે સ્વાભાવિક દરેકના મન માં પાણીની અછત થાશે તો ? આવો પ્રશ્ન હોય પરંતુ ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા તથા ધારાસભ્ય શ્રીમતી ગીતાબા જાડેજાનાં પ્રયત્ન થી સૌની યોજના અંતર્ગત નર્મદા ના નીર ગોંડલ તાલુકામાં પ્રવેશી ચૂકયા છે. અને ગણતરીના દિવસોમાં વેરી ડેમ સુધી અને પછી સેતુબંધ તથા આશાપુરા ડેમ સુધી પોહંચશે... ગોંડલ શહેરનો પીવાના પાણીનો પ્રશ્ન ભૂતકાળ બની જશે...આ તકે પાણીના વધામણાં કરવા ઉપસ્થિત ધારાસભ્ય શ્રીના પ્રતિનિધિ ગણેશસિંહ જાડેજા,નગરપાલિકા પ્રમુખ અશોકભાઈ પીપળીયા તથા શાસકપક્ષ ના નેતા રાજેન્દ્રસિંહ જાડેજા તથા કારોબારી અધ્યક્ષ પૃથ્વીસિંહ જાડેજા તથા વોટરવર્કસ ચેરમેન અનિલભાઈ માધડ તથા યુવા ભા.જ.પ પ્રમુખ સમીર કોટડીયા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી.ગોંડલ)

(11:35 am IST)