Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

કચ્છમાં વીજળીના ડરામણા કડાકા ભડાકા સાથે વરસાદ -મુન્દ્રા બે ઇંચ, અંજાર દોઢ, ગાંધીધામ-માંડવી એક ઇંચ

રાત્રે ભુજમાં વીજળીની આતશબાજી : ટપ્પર ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં

 

કચ્છમાં હવે મેઘરાજા બરાબર જામ્યા છે. આજે લોકોને વીજળીના ડરામણા કડાકા ભડાકાનો અનુભવ થયો હતો. ભુજમાં તો રાત્રે થી ૧૦ વાગ્યા દરમ્યાન વીજળીની આતશબાજી જાણે જામી હતી તો તેની સાથે ડરામણા ગડગડાટ સાથે કડાકા ભડાકા  લોકોને ડરાવી દીધા હતા. જોકે, ભુજમાં ભારે પવન વચ્ચે જોરદાર ઝાપટા સાથે વરસાદ તો પડ્યો પણ થોડી વારમાં બંધ થઈ ગયો હતો

  આજે ગુરુવારે વરસાદી માહોલ દરમ્યાન ક્યાંક ઝરમર તો ક્યાંક ધોધમાર વરસાદ પડ્યો હતો. મુન્દ્રામાં બે ઇંચ, અંજારમાં દોઢ ઇંચ, ગાંધીધામ અને માંડવીમાં એક ઇંચ વરસાદ પડ્યો હતો. ગાંધીધામ સંકુલની જીવાદોરી સમાન ટપ્પર ડેમ એકાદ દિવસમાં ઓવરફ્લો થઈ જશે અને સંભવત: શનિવારે રાજયમંત્રી વાસણભાઈ આહીર દ્વારા ટપ્પર ડેમના વધામણાં કરાશે

(12:07 am IST)