Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

કચ્છ જિલ્લામાં મેઘ મહેર :મધ્યમ સિંચાઇના 9 ડેમો અને નાની સિંચાઇના 77 ડેમ છલકાયા

ખેડૂતોમાં ખુશીનો માહોલ : માલધારીઓને ઘાસની તંગી દૂર

ભુજ : ચ્છ જિલ્લા પર આ વર્ષે મેઘરાજા મહેરબાન બનતા જિલ્લામાં સરેરાશ 123 ટકા વરસાદ નોંધાયો છે. કચ્છના તમામ તાલુકામાં સચરાચર વરસાદને કારણે તમામ ડેમમાં નવા નીરની આવક થઇ છે. જેના કારણે કચ્છવાસીઓ અને જગતના તાતમાં ખુશીનો માહોલ છવાઇ ગયો છે. સતત વરસાદને કારણે મધ્યમ સિંચાઇના 20 પૈકી 9 ડેમો છલકાઇ ગયા છે.

બીજી તરફ નાની સિંચાઇના 170 પૈકી 77 ડેમ ઓવરફ્લો થયા છે. ગત વર્ષે દુષ્કાળના કારણે 2 લાખ 96 હજાર હેક્ટરમાં વાવેતર થયું હતું. જે ચાલુ વર્ષે વધીને 5 લાખ 54 હજાર હેક્ટરમાં થયું છે. ધીમી ધારે પડી રહેલા વરસાદને કારણે પાકને ફાયદો થશે તમામ વિસ્તારોમાં ઘાસ ઉગી નીકળતા માલધારીઓની ઘાસની તંગી પણ દૂર થઇ ગઇ છે.

 
(8:10 pm IST)