Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

તાલાલા-૬, માંગરોળ-૩ ઇંચઃ જુનાગઢમાં ધોધમાર

સુત્રાપાડા-રાા, મેંદરડા-રાજુલામાં ૧ાા, મુંદ્રા-રાજકોટ-ખાંભામાં અડધો ઇંચ

રાજકોટ તા. પ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં હળવો-ભારે વરસાદ વરસી રહયો છે. ત્યારે ગીર સોમનાથ અને જુનાગઢ જીલ્લામાં અડધાથી ૬ ઇંચ વરસાદ પડયો છે.

ગીર સોમનાથ જીલ્લાનાં તાલાલામાં ૬ ઇંચ જયારે માંગરોળમાં ૩, સુત્રાપાડામાં અઢી, મેંદરડા-રાજુલામાં દોઢ, તથા મુંદ્રા, રાજકોટ, ખાંભામાં અડધો ઇંચ વરસાદ પડયો છે. જયારે કચ્છનાં મુંદ્રા, રાજકોટ, ખાંભામાં અડધો ઇંચ વરસાદ પડયો હતો.

જુનાગઢનો અહેવાલ

જુનાગઢ : જીલ્લાનાં માંગરોળમાં ૩ઇંચ  જયારે મેંદરડામાં દોઢ ઇંચ વરસાદ આજે સવારના ૮ થી બપોરના ર દરમીયાન નોંધાયો છે. વિસાવદરમાં પોણો ઇંચ તથા કેશોદમાં વરસાદી ઝાપટા પડ્યા છે. જયારે જુનાગઢમાં બપોરે ર.૩૦ વાગ્યે ધોધમાર વરસાદ શરૂ થયો છે.

(3:42 pm IST)