Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

મોરબીમાં નવલકથા 'ઋણાનુંબંધ' વિમોચન

મોરબીઃ મનમીત પબ્લીકેશન અને મોરબી પુસ્તક પરબના સહયોગથી નીપેશ જે પંડ્યાની નવલકથા 'ઋણાનુંબંધ'  પુસ્તક વિમોચન સમારોહ યોજાયો હતો જેમાં મોરબીની સાહિત્ય પ્રેમી પ્રજાએ 'ઋણાનુંબંધ'નવલકથાને આવકાર આપ્યો. કાર્યક્રમની શરૂઆત દ્યનશ્યામભાઈ ડાંગરના આવકારથી કરવામાં આવી હતી આ કાર્યક્રમના મુખ્ય મહેમાનો ચિત્રલેખા સાથે સંકળાયેલા જવલંત છાયા અને ખૂબ જાણીતા કટાર લેખક અને સાયન્સ ફિકશન નવલકથાકાર અભિમન્યુ મોદી ઉપસ્થિત રહ્યા હતા. જવલંતભાઈએ તેમના વકતવ્યમાં કહ્યું કે વાર્તાઓ તો ઘણી લખાય છે પરંતુ જે વાર્તામાં કે નવલકથામાં આશ્યર્ય ઉમેરાય અને વાંચીને એવાં પશ્ર્નો થાય કે આવું તે કાંઈ હોય? આવું થાય ત્યારે જ એ વાર્તા કે નવલકથા રસપ્રદ બને છે. એટલે જ નિપેશભાઈની નવલકથા રસપ્રદ છે. અભિમન્યુભાઈએ પોતાના વકતવ્યમાં સાયન્સ ફિકશન પર ભાર મુકતા કહ્યું કે ભવિષ્યની કલ્પના કરવી એ સરસ વાત છે, ભવિષ્યની કલ્પનામાં રાચતો માણસ જ ખરું જીવે છે. આ નવલકથામાં આવા ભવિષ્યની વાત છે. કાર્યક્રમનું સંચાલન નીરવ માનસેતાએ કર્યું હતું. છેલ્લે લેખક, તેમના પત્ની અને તેમની બહેન સાથે નવલકથાની પ્રશ્નોતરી બાદ કાર્યક્રમનું સમાપન થયું હતું. વિમોચન થયું તે તસ્વીર.

(2:31 pm IST)