Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

જુનાગઢ વોટરવર્કસ સમિતીના ચેરમેનનો ચાર્જ સભાળતા લલિતભાઇ સુવણીયા

જુનાગઢઃ કોર્પોરેશનમાં વોટર વર્કસ સમિતીના ચેરમેન તરીકે લલિતભાઇ સુવાગીયાએ ચાર્જ સંભાળતા મેયર ધીરૂભાઇ ગોહેલ ડેપ્યુટી મેયર હિમાન્સુ પંડ્યા તેમજ હરેશ પરસાણા રાજુભાઇ તથા મનન અભાણી સહિતનાએ શુભેચ્છા પાઠવતા તસ્વીરમાં નજરે પડે છે. લલિત સુવાગીયાએ વોટરવર્કસ ચેરમેન તરીકે ચાર્જ સંબાળતાની સાથે જ અધિકારીઓ સાથે બેઠક યોજી વર્તમાન સમયમાં જળાશયો સ્થિતી તેમજ પાણી મેળવવામાં નગરજનોને કોઇપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે જોવા ખાસ સુચન કરેલ અને નગરજનોને પાણી પ્રશ્ને કોઇ પ્રકારની સમસ્યા રજુઆત હોયતો રૂબરૂ સંપર્ક સાધવા અનુરોધ કર્યો છે જેથી સમસ્યાનુ તત્કાલ નિરાકરણ લાવવામાં આવશે તેમ અંતમાં જણાવ્યુ હતુ હોદાનો ચાર્જ સંભાળ્યો તે તસ્વીર(અહેવાલ વિનુ જોષી તસ્વીર મુકેશ વાઘેલા જુનાગઢ)

(1:06 pm IST)