Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

જુનાગઢમાં પોલીસની પોકેટ કોપ એપથી બે આરોપીના અનેક ગુના ખુલ્યા

ઘરફોડી મારામારી રાયોટીંગના ગુના ડી.વાય.એસ.પી પ્રદિપસિંહ જાડેજાનું માર્ગદર્શન જુનાગઢ પોલીસે સીસીટીવી કેમેરાના આધારે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી લીધા

જુનાગઢ,તા.૫: તાજેતરમાં જૂનાગઢ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મારામારીના ગુન્હામાં સીસીટીવી ફૂટેજ આધારે પકડાયેલ ર્ંઆરોપીઓ (૧) નિઝામ રફીક ભાઈ હાલાણી (ઉવ.૨૪)રહે. મેમણવાડા, ચિતાખાના ચોક, જુનાગઢ તથા (૨) શબ્બીર સુલેમાન હાલાં (ઉવ.૧૯) રહે. સરદાર બાગ પાછળ, ખરાવાડ, જુનાગર્ઢંની એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પો.ઈન્સ. કે.એમ.ગોસ્વામી, પો.સ.ઇ. જે.એચ. કચોટ, એ.એસ.આઇ. રવિરાજસિંહ, હે.કો. ભૂપતસિંહ, અનકભાઈ, ભરતભાઈ, વિક્રમસિંહ, સહિતના પોલીસ સ્ટાફની ટીમ દ્વારા પૂછપરછ હાથ ધરતા, પોતે ભૂતકાળમાં કોઈ ગુન્હાના પકડાયેલ નહિ હોવાનું જણાવેલ હતું. જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પો.ઈન્સ. કે.એમ.ગોસ્વામી, પો.સ.ઇ. જે.એચ. કચોટ, એ.એસ.આઇ. રવિરાજસિંહ, હે.કો. ભૂપતસિંહ, અનકભાઈ, વિક્રમસિંહ, ભરતભાઈ, સહિતના પોલીસ સ્ટાફની ટીમ દ્વારા ર્ંઆરોપીઓ (૧) નિઝામતથા (૨) શબ્બીર અંગે પોકેટ કોપ એપ્લિકેશનમાં સર્ર્ચં કરવામાં આવતા, પકડાયેલ આરોપી શબ્બીરનું ઉર્ફે નામ ગભરુ હોવાર્નીં તથા ર્ં૨૦૧૭ ની સાલમાં બી પોલીસ સ્ટેશન ખાતે મારામારી, દ્યરફોડ ચોરીના ગુન્હામાં/કેસમાં પકડાયેલાની હોવાની તેમજ અટકાયતી પગલામાં પકડાર્યાં અંગેની વિગતો, પોકેટ કોપ મોબાઈલ એપ્લિકેશન મારફતે જાણવા મળેલ હતી. પોલીસ પોકેટ કોપ મારફતે મોબાઈલ ફોનમાં એપ્લિકેશનમાં સર્ચ કરવા લાગતા, આરોપી નિઝામ રફીક ભાઈને થતાં, તે પણ સામેથી પોતે રાજકોટ શહેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રાયોટિંગ ના ગુન્હામાં પકડાયેલ હોવાની કબૂલાર્તં કરેલ હતી...ં

આરોપી શબ્બીર સુલેમાન હાલાની વિગતો પોકેટ કોપ મારફતે ખુલવા લાગતા આરોપીએ ર્ંજૂનાગઢ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દ્યરફોડ ચોરી તથા મારામારી તેમજ અટકાયતી પગલામાં પકડાયેલાની કબૂલાત કરેલ અને તે બંને આરોપીઓ પોલીસ સમક્ષ ખોટું બોલેલા પણ કબૂલાત કરેર્લં હતી. આમ, વાહન ચોરીમાં પકડાયેલ આરોપી પોતાના ગુન્હા છુપાવવા માંગતો હતો, પરંતુ પોકેટ કોપ દ્વારા પોલીસે આરોપીની પોલ ખોલી નાખતા, આરોપી શરમજનક સ્થિતિમાં મુકાઈ ગયેલ હતો.

(1:04 pm IST)