Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

ગોંડલ પાસે રર.૯૬ લાખનો વિદેશી દારૂનો જથ્થો પકડાયો

૭૧૧૬ બોટલ દારૂ ભરેલ ટ્રક જૂનાગઢ જતો'તોને અને કાર પાયલોટીંગ કરતી'તીને રૂરલ એલસીબી પી.આઇ. રાણા તથા પીએસઆઇ જાડેજાની ટીમ ત્રાટકીઃ ૪ શખ્સોની ધરપકડઃ રના નામો ખુલ્યાઃ કુલ ૪૦.૩૮ લાખનો મુદામાલ કબ્જે

તસ્વીરમાં દારૂના જથ્થા સાથે પકડાયેલ (નીચે બેઠેલ) શખ્સો સાથે રૂરલ એલસીબીનો કાફલો નીચેની તસ્વીરમાં દારૂનો જથ્થો અને ટ્રક તથા કાર નજરે પડે છે.

રાજકોટ તા. પ :.. ગોંડલ નજીક ગોમટા ચોકડી પાસે રર.૯૬ લાખના વિદેશી દારૂનો જથ્થો ભરેલ ટ્રક અને પાયલોટીંગ કરતી કાર સાથે ૪ શખ્સોને રૂરલ એલસીબીની ટીમે દબોચી લીધા હતાં.

રાજકોટ રેન્જ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક સંદિપ સિંહ તથા રાજકોટ જીલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણાની સુચના અને માર્ગદર્શન હેઠળ જીલ્લામાં પ્રોહી-જૂગારની બદી નાબુદ કરવા માટે જણાવેલ હોય, જે અન્વયે એલ. સી. બી. ના પો. ઇન્સ. એમ. એન. રાણા તથા પો. સ. ઇ. એચ. એ. જાડેજા તથા સ્ટાફ દ્વારા ગોંડલ વિસ્તારમાં પ્રોહી તથા જૂગારને લગતી કામગીરીમાં હતા તે દરમ્યાન હકિકત મળેલ કે વિદેશી દારૂ ભરેલ ટ્રક પાઇલોટીંગ કાર સાથે જુનાગઢ તરફ જતો હોય અને હાલ ગોંડલ તાલુકાના ગોમટા ચોકડીથી આગળ જેતપુર તરફ જતા નેશનલ હાઇવે રોડ પાસે ગોમટા ચોકડી પાસે આવેલ પટેલ વિહાર હોટલના ગ્રાઉન્ડમાં વિદેશી દારૂ ભરેલ ટ્રક તથા તેમની સાથે પાઇલોટીંગમાં આવેલ વાહન તથા માણસો ચા-પાણી તથા નાસ્તો  કરવા માટે રોકાયેલ છે. જે હકિકત આધારે પટેલ વિહાર હોટલના ગ્રાઉન્ડમાં જોતા વાહનો તથા માણસો હાજર મળી આવતા ટ્રકને ખોલીને જોતા તેમાં વિદેશી દારૂનો જથ્થો ૭૧૧૬ બોટલ કિ. રર,૯૬,૮૦૦ નો જથ્થો મળી આવતા ટ્રક ચાલક (૧) ગણપતલાલ લાલારામ બિશ્નોઇ રહે. હાલીવાવ, બેનીવાલોકી ઢાણી પોસ્ટ કેરીયા તા. સાંચોર જી. જાલોર (રાજથાન) તથા કલીનર (ર) દલતપકુમાર ફુગલુરામ બીશ્નોઇ રહે. પુનાસાન લાંપલા પોસ્ટે. પુનાસા તા. ભીન્નમાલ જી. જાલોર (રાજસ્થાન) તેમજ પાઇલોટીંગ કારમાં બેઠેલા (૧) પવનકુમાર મહેન્દ્રસિંહ જાટ રહે. હુડેરા, ઉચ્ચ માધ્યમીક વિદ્યાલય સ્કુલ પાસે, તા. ફતેપુર જી. સીંકર (રાજસ્થાન) તથા (ર) દેવેન્દ્ર ઉર્ફે ધીરૂ સ.ઓ. મોહનરામ ડુકીયા રહે. લૌડસર, રાઓ કા મહોલ્લા પોસ્ટ લૌડસર તા. લાડનું જી.નાગોર (રાજસ્થાન) ની ધરપકડ કરાઇ હતી.

આ દારૂનો જથ્થો (૧) સુરેશ રહે. રાજસ્થાન તથા (ર) પંકજ રહે. હરીયાણા એ મોકલ્યો હોવાનું અને જૂનાગઢ ક્રિષ્ના હોટેલ પાસે જઇ દારૂનો જથ્થો મંગાવનારનો ફોન આવનાર હોવાની કબુલાત આપી હતી. પોલીસે દારૂ, ટ્રક, કર અને મોબાઇલ મળી કુલ ૪૦,૩૮ લાખનો મુદામાલ કબ્જે તમામને ગોંડલ તાલુકા પોલીસને હવાલે કર્યા હતાં.

આ કામગીરીમાં એલસીબીના એ. એસ. આઇ. પ્રભાતભાઇ બાલાસરા, પો. હેડ કોન્સ. બ્રિજરાજસિંહ જાડેજા, રવિદેવભાઇ બારડ, અનિલભાઇ ગુજરાતી, મહિપાલસિંહ જાડેજા, પો. કોન્સ. જયેન્દ્રસિંહ વાઘેલા, રહિમભાઇ દલ, દિવ્યેશભાઇ સુવા, હિતેષભાઇ અગ્રાવત, મેહુલભાઇ સોનરાત, ભાવેશભાઇ મકવાણા તથા ડ્રા. એ.એસ.આઇ. અમુભાઇ વિરડા, તથા ડ્રા. પો. કોન્સ. અનિરૂધ્ધસિંહ જાડેજા તથા ભિખુભાઇ ગોહેલ રોકાયા હતાં.

(11:42 am IST)