Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

પોરબંદર ખુન કેસના આરોપીને જામીન પર છોડવા કોર્ટનો હુકમ

પોરબંદર તા ૫  :  ખુન કેસના આરોપીને જામીન મુકત કરતો પોરબંદર ડીસ્ટ્રીકટ કોર્ટે હુકમ કર્યો હતો.

આ કેસની વિગત એવી છે કે, તા. ૨૦/૦૬/૨૦૧૮ ના રોજ પોરબંદર તાલુકાના ખાપટ ગામે સુનિલ શશીકાંત ભુવાનું ખુન થયેલું હતું. અને તેમા પોલીસ દ્વારા ખાપટના આગેવાન લખમણ મુંજાભાઇ ઓડેદારા તેમજ અન્યની ધરપકડ  કરી જેલ હવાલે કરેલા હતાં. અને આ સંબધે વિજય સવદાસ સરવૈયા દ્વારા પોલીસ ફરીયાદ કરેલી હોય અને ત્યારબાદ પોલીસ તપાસ બાદ નામદાર કોર્ટમાં જ ચાર્જશીટ ફાઇલ થતાં લખમણ મુંજાભાઇ ઓડેદરા દ્વારા તેમના એડવોકેટ ભરતભાઇ બી. લાખાણી મારફતે ડીસ્ટ્રીકટ કોર્ટમાં જામીન અરજી કરેલ હતી.

અન્ય આરોપીને ગુજરાત હાઇકોર્ટ દ્વારા જમીન આપેલા હોય ત્યારે પેરીટીના ગ્રાઉન્ડ ઉપર જામીન આપવાની વિગતવાર દલીલ કરતા અને તે  સંબંધેની ઓથોરીટીઓ રજુ કરતા પોરબંદરના ડીસ્ટ્રીકટ જજશ્રી રાજે દ્વારા સમગ્ર ચાર્જશીટ તેમજ એડવોકેટની દલીલ ધ્યાને રાખી આરોપી  લખમણ મુંજાભાઇ ઓડેદાર ને શરતોને આધીન જામીન ઉપર મુકત કરવા હુકમ કરેલ છે.

આ  કામમાં આરોપી વતી પોરબંદરના એડવોકેટ શ્રી દિપકભાઇ બી. લાખાણી, ભરતભાઇ બી.લાખાણી, હેમાંગ દિપકભાઇ લાખાણી, નવઘણ જાડેજા, જયેશ બારોટ, અનિલ ડી. સુરાણી, જીતેન્દ્ર પાલા તથા જીતેન સોનીગ્રા રોકાયેલ હતા.

(11:40 am IST)