Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

દામનગર પાલીકા બીપીએલ પરિવારોનો ફરીથી સર્વે કરાવશે શહેરીજનોની રજુઆતનો

હકારાત્મક અભિગમથી ખુશીની લહેર

દામનગર,તા.૫: દામનગર નગરપાલિકાનો હકારાત્મક અભિગમ છેલ્લા દસ વર્ષથી બી પી એલ સર્વે નહિ થવાથી શહેરી ગરીબ પરિવારો સરકારી યોજનાઓના લાભાથી વંચિત રહેવા પામેલ દરેક સરકારી યોજનામાં ફરજીયાત બી પી એલના માપદંડથી સરકારી લાભો મળતા પણ દસ વર્ષ જૂની માત્ર ૧૮૫ નામ જ ધરાવતી યાદી હોવાથી ઘણા ગરીબ પરિવારો ના નામ બી પી એલ યાદીમાં નહિ હોવાથી નવો સર્વે કરી પોતાના કુટુંબનો નવી બી પી એલ યાદીમાં સમાવેશ કરવા શહેરભરમાંથી ૬૫૦ અરજદારોએ એ પાલિકા તંત્રને પોતાના કુટુંબનો બી પી એલ યાદીમાં સમાવેશ કરવા અંગે લેખિત રજૂઆતો કરી માંગ કરી હતી.

પાલિકા તંત્ર એ આ રજૂઆત સરકારની સૂચના હેઠળ નિયામક શ્રી ગ્રામવિકાસ એજન્સીને મોકલી દામનગર શહેરનો બી પી એલ સર્વ કરવા હકારાત્મક અભિગમ અપનાવ્યો અંતે ગરીબોની માંગ યોગ્ય કચેરીમાં મોકલી વહેલી તકે સર્વે કરવા પાલિકા તંત્ર એ નિયામક ગ્રામવિકાસ એજન્સીને અરજદારોની અરજ સાથે માંગ કરી છે.

રિપોર્ટ કરતા પાત્રતા ધરાવતા ગરીબ પરિવરોનો સર્વે કરી સરકારી યોજનાના લાભો મળે તેવો હકારાત્મક અભિગમ દર્શાવ્યો છે. પાલીકાના આ નિર્ણયથી શહેરીજનોમાં ખુશીની લહેર જોવા મળે છે.

(11:38 am IST)