Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

મેંદરડામાં ધોધમાર વરસાદ : રસ્તાઓ ઉપર પાણી

મેંદરડા : સાંબેલા ધારે કાલે સવારે ૮ વાગ્યા આસપાસ વરસાદ ચાલુ થયો હતો જે એક ૯ વાગ્યા સુધીમાં એક કલાકમાં ૨ ઈંચ તેમજ ૨.૫ ઈંચ વરસાદ ૪ આસપાસ થયો હતો. રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા.  મેંદરડા મુખ્ય માર્ગ પર પાણી ભરાયા હતા. તેમજ મેંદરડા મધવંતી નદીમાં નવા નીરની આવક થઇ હતી. તેમજ મેંદરડા ૪૨ ગામને ને જીવા દોરી સમાન માલનકા ડેમમાં નવા નીરની આવક થઇ હતી. (તસ્વીર અહેવાલ - ગૌતમ શેઠ, મેંદરડા)

(11:29 am IST)