Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

તળાજાના કુંઠડા ગામે પવન ચક્કીમાંથી કેબલ વાયરોની ચોરી

તળાજા યુવાનને માર મારતા ભાવનગર ખસેડાયો

ભાવનગર તા. ૫ : તળાજા શહેરના એક યુવાન પર હુમલો કરવામાં આવતા માથામાં ઈજાઓ હોઇ ભાવનગર  ખસેડવામાં આવેલ.જ્યારે કુંઠડા ગામની સીમમા આવેલ પવનચક્કી માંથી કેબલ વાયરની ચોરાતી ફરિયાદ નોંધાયેલ છે.

તળાજા પોલીસના જણાવ્યા પ્રમાણે સુજલોન કંપની ની પવન ચક્કીઓ કુંઠડા ગામની સીમમા આવેલી હોય ત્યા સિકયોરીટી ગાર્ડ તરીકે નોકરી કરતા લક્ષ્મણ રામભાઇ આહિર (રે.જસદણ) વાળાએ નોંધાવેલ ફરીયાદ મુજબ ૪/૬ રાત્રીના ૩:૩૦ વાગ્યા બાદ અજાણ્યા શખ્સો દ્વારા પવનચક્કીના અલગ - અલગ કેબલ વાયરો કિ. રૂ. ૪૫૦૦૦/- ની કિમતના ચોરી કરી લઇ ગયેલ છે.

મારામારી ની મળતી વિગતોમાં શહેરમાં રહેતા સંજય વિજયભાઇ ચૌહાણ (ઉ.વ.૩૩) પર હુમલો કરતા તેઓને સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામા઼ આવેલ. માથામાં ઈજા હોય ભાવનગર રીફર કરેલ. પોલીસ મથકે મારામારી અંગેની જાણ થતા તળાજા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

(11:33 am IST)
  • રાજકોટ ક્રાઇમ બ્રાન્ચનો સપાટો :ખેરવા ગામમાં બનાવેલ ઓરડીમાંથી 17,52 લાખની જુદી-જુદી બ્રાન્ડની 4224 વિદેશી દારૂની બોટલ ઝડપી લીધી ;ઓરડીનો મલિક અનિરુદ્ધસિંહ ઉર્ફે મોન્ટુ ઝાલા વિરુદ્ધ ગુન્હો દાખલ કરાયો access_time 12:07 am IST

  • વિશ્વ હિન્દુ પરિષદના મહામંત્રી તરીકે અશોક રાવલની નિમણૂક : રણછોડ ભરવાડ ડો. તોગડિયાના સમર્થનમાં જતા કરાઈ નવી નિમણુંક access_time 8:19 pm IST

  • રાજકોટ ક્રાઇમ બ્રાન્ચનો સપાટો :ખેરવાની સીમમાંથી 17 લાખની કિંમતનો 360 પેટી દારૂ સાથે ટ્રક પકડ્યો :વધુ વિગત મેળવાઈ રહી છે access_time 10:34 pm IST