• ચોમાસુધરી હિમાલયની તળેટીમાંથી દક્ષિણ તરફ આગળ વધીઃ દેશમાં ચોમાસુ ફરી સક્રિય બનશેઃ ખેડૂતોને થોડી રાહત મળે તેવા સમાચાર છે. હિમાલયની તળેટીમાં સરકી ગયેલી ચોમાસુધરી ફરી સક્રિય બની છે. દક્ષિણ દિશા તરફ ધીમી ગતિએ આગળ વધી રહી છે. જેથી ચોમાસુ હવે ફરી સક્રિય બનશે. દરમિયાન બંગાળની ખાડીમાં એક સાયકલોનીક સરકયુલેશન ઉદ્દભવ્યુ છે. જે હવાનું હળવુ દબાણ બને તેવી શકયતા છે. આ સિસ્ટમ્સની અસરથી ચોમાસુ વેગ પકડશે. હાલ તો છૂટાછવાયા ઝાપટા વરસશે. ભારે વરસાદની સંભાવના ઓછી છે access_time 11:28 am IST

  • યુપીના ગોરખપુર સહીત 12 જેલોમાં બનાવાશે ગૌશાળા: ગૌશાળાઓનાં નિર્માણ કરીને રખડતા ઢોરના સંરક્ષણની વ્યવસ્થા કરાશે : ડીજીપી અને ગૌશાળા પંચના અધિકારીઓની બેઠકમાં 12 જેલની પસંદગી: 12 જિલ્લાની યાદીમાં ગોરખપુર, આગરા, બારાબંકી, કન્નોજ, રાયબરેલી, બલરામપુર, સીતાપુર, સુલતાનપુર, કાનપુર દેહાત, ફિરોઝાબાદ અને મેરઠનો સમાવેશ access_time 12:59 am IST

  • અમદાવાદની જીવરાજ મહેતા હોસ્પિટલમાં નર્સનો આપઘાત: બાથરૂમમાં ઝેરી ઈન્જેકશન લઈ આપઘાત કર્યો:બીમારીથી કંટાળી પગલું ભર્યું હોવાની આશંકા access_time 11:23 pm IST