Gujarati News

Gujarati News

News of Wednesday, 4th May 2022

મોરબીના આંદરણા ગામે સાંસદ મોહનભાઈ કુંડારીયા દ્વારા ધારેશ્વર મહાદેવ મંદિરમાં મહારૂદ્ર યજ્ઞનું આયોજન

અનેક મહાનુભાવો તેમજ મહામંડલેશ્વર 1008 કનકેશ્વરી માતાજી ખાસ યજ્ઞદેવના દર્શન કર્યા :. યજ્ઞની પૂર્ણાહુતિ તા ૬ ના બપોરે ૨:૩૦ વાગ્યે થશે

ધારેશ્વર મહાદેવના સાનિધ્યમાં ચાલતા આ શિવજીના મહારુદ્ર યજ્ઞમાં ખાસ કાસ્ટ ની બનાવવામાં આવેલા યજ્ઞ શાળામાં યજ્ઞના આચાર્ય ધારેશ્વર મહાદેવ ઉપાસક શાસ્ત્રી રાજુભાઈ વેદ વિશારદ, આંદરનાવાળા અને આચાર્ય જયંતિલાલ જોશી સહિત ભૂદેવો શ્લોકો સાથે આહુતિઓ આપી શિવ યજ્ઞની આરાધના કરી રહ્યા છે. અને યજ્ઞની ચોમેર અદ્ભુત ધાર્મિક વાતાવરણ સર્જાયું છે. યજ્ઞની ફરતે ભાવિકો પ્રદક્ષીણ કરી ધર્મનું ભાથું બાંધી રહ્યા છે.

યજ્ઞની અરંભથીજ અનેક સંતો મહંતો, રાજદ્વારીઓ,સમાજ અગ્રણીઓ સહિત સમાજના તમામ વર્ગના લોકો, ગ્રામ્ય પંથકમાંથી બહોળી સંખ્યામાં ભાવિકો આ ધારેશ્વર મહાદેવ ના દર્શન કરી, યજ્ઞની પરિક્રમા કરી રહ્યા છે.
મોહનભાઈ કુંડારિયા સયુંકત કુંડારિયા પરિવારનાં સભ્યો મહેમાનો, ભાવિકોને આવકારી રહ્યા છે. તો પરિવારનાં યુવાનો આયોજનમાં સુંદર વ્યવસ્થા જાળવી મહેમાનોની સરભરા કરી રહ્યા છે.
બપોરે પ્રસાદ માટે પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. અને આજે તા ૫ ને ગુરુવારે સાંજે ૬ વાગ્યે મહપ્રસાદ નુ આયોજન કરવામાં આવ્યું છે.
બુધવારે અનેક મહાનુભાવો તેમજ મહામંડલેશ્વર 1008 કનકેશ્વરી માતાજી ખાસ યજ્ઞદેવના દર્શન કર્યા હતા. યજ્ઞની પૂર્ણાહુતિ આવતીકાલે તા ૬ ના બપોરે ૨:૩૦ વાગ્યે થશે

(12:21 am IST)