Gujarati News

Gujarati News

News of Wednesday, 4th May 2022

મોરબીમાં ભાણદેવજીના શ્રીમુખે 10 દિવસીય મહાભારત કથાનું ભવ્ય આયોજન

-મહાભારત કથાનો લાભ લેવા માટે જાહેર જનતાને અનુરોધ

મોરબીના રવાપર રોડ પર આવેલા રામોજી ફાર્મ ખાતે ગુરુવાર તા. પ-પ-૨૨થી શનિવાર તા.૧૪-૫-૨૨ સુધી 10 દિવસીય મહાભારત કથાનું આયોજન કરવામાં આવ્યું છે, જેના મુખ્ય વકતાપૂજયશ્રી ભાણદેવ છે.સમાજમાંથી દુર્ગુણો દૂર થાય, માતૃભક્તિ, પિતૃભક્તિ, ગુરુભક્તિ તથા દેશભક્તિ વિકસે તેવા હેતુથી આ મહાભારત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. મહાભારતને પાંચમો વેદ કહેવાય છે. આ કથાનો સમય રાત્રે રાત્રે ૮-૩૦ થી ૧૧-૩૦ રહેશે.

ઉલ્લેખનીય છે કે પ. પૂ. શ્રી ભાણદેવજી ની ભારતભરમાં મુખ્ય યાત્રાઓના ૧૫ જેટલા સ્થળોએ કથાઓનુ આયોજન થઈ ચુકયુ છે. પરંતુ આ કથાઓમાં મર્યાદિત લોકોજ ભાગ લઈ શકતા હોય પ. પૂ. શ્રી ભાણદેવજી ને એવો ભાવ ને સંકલ્પ થયેલ કે મોરબી તથા આસપાસના વધુને વધુ લોકોને કથાનો લાભ મળે તેવા હેતુથી મોરબીમાં એક કથાનું આયોજન થાય એવા ભાવ સાથે તા. પ-પ-૨૦૨૨ગુરૂવારથી તા. ૧૪-૫-૨૦૨૨ શનિવાર સુધી શ્રી મહાભારત કથાનું આયોજન થયેલ છે. ત્યારે મહાભારત કથાનો લાભ લેવા માટે જાહેર જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે. અને વધુ માહિતી માટે મગનભાઇ ગામી -૯૯૨૫૭ ૨૭૧૭૬ અને મગનભાઇ જેઠલોજી-૯૪૦૮૯ ૩૯૨૭૧નો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.

(12:17 am IST)