Gujarati News

Gujarati News

News of Wednesday, 4th May 2022

મોરબી જલારામ મંદિર ખાતે આયોજીત વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પમા ૧૮૬ દર્દીઓએ લાભ લીધો.

મોરબી જીલ્લા પંચાયત ઉપપ્રમુખ જાનકીબેન જીજ્ઞેશભાઈ કૈલાના સહયોગથી યોજાયેલ નેત્રમણી કેમ્પમાં મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, મોરબી જીલ્લા પંચાયત કારોબારી ચેરમેન જયંતિભાઈ પડસુંબિયા, જીજ્ઞેશભાઈ કૈલા, હંસરાજભાઈ કૈલા, તરૂણભાઈ અઘારા, નૈમિષભાઈ પંડિત સહીતના અગ્રણીઓની પ્રેરક ઉપસ્થિતી અત્યાર સુધી ના ૯ કેમ્પ મા કુલ ૩૨૬૭ લોકોએ લાભ લીધો હતો .

આંખની હોસ્પીટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીના ની ૪ તારીખે શહેરના શ્રી જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે યોજાશે. જે અંતર્ગત તા.૪–૫-૨૦૨૨  બુધવારના રોજ સવારે ૯ થી ૧ કલાક દરમિયાન વિનામુલ્યે કેમ્પ યોજાયો હતો. જેમા ૧૮૬ દર્દીઓએ કેમ્પનો લાભ લીધો હતો તે ઉપરાંત ૬૧ લોકો ના આવતીકાલે નિ:શુલ્ક નેત્રમણી ઓપરેશન કરવામા આવશે. શ્રી  રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલના ડો.બળવંતભાઈ, ડો. અલ્કેશભાઈ ખેરડીયા, હેમુભાઈ પરમાર, આદમભાઈ, નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખના દર્દીઓની તપાસ કરવામા આવી  હતી તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનુ સારામા સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્ર મણી) સાથે  વિનામુલ્યે ઓપરેશન કરવા મા આવશે. ઓપરેશન માટે રાજકોટ જવા-આવવા ની વ્યવસ્થા તથા રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, ટીપા વગેરે સુવિધા વિનામુલ્યે સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવા મા આવી રહી છે.
પ્રવર્તમાન માસ નો કેમ્પ મોરબી જીલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રીમતિ જાનકીબેન જીજ્ઞેશભાઈ કૈલા પરિવાર ના સહયોગથી યોજવા મા આવેલ હતો. આ તકે મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, જીજ્ઞેશભાઈ કૈલા, મોરબી જીલ્લા પંચાયત કારોબારી ચેરમેન જયંતિભાઈ પડસુંબિયા, હંસરાજભાઈ કૈલા, તરૂણભાઈ અઘારા, નૈમિષભાઈ પંડિત સહીતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(12:13 am IST)