Gujarati News

Gujarati News

News of Wednesday, 4th May 2022

સાવધાન : મોરબી જીલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં એક કેસ પોઝીટીવ નોંધાયો.

મોરબી જીલ્લો ૫૦ દિવસ કોરોના મુક્ત રહ્યા બાદ ગઈકાલે મોરબીના ગ્રામ્ય વિસ્તારમાં એક કેસ પોઝીટીવ નોંધાયો છે

મોરબી જીલ્લો ૫૦ દિવસ કોરોના મુક્ત રહ્યા બાદ આજે ફરી મોરબીના ગ્રામ્ય વિસ્તારમાં એક કેસ પોઝીટીવ નોંધાયો છે જેમાં મોરબીના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા ૨૬ વર્ષીય યુવાનનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે તો યુવાનનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા જ આરોગ્ય વિભાગ એકશનમાં આવ્યું છે અને અઈસોલેષન સહિતની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે વધુ માહિતી મુજબ યુવાનને કોરોના રસીનો એક ડોઝ લીધેલ અને મોરબી જીલ્લા બહારની ટ્રાવેલ હિસ્ટ્રી ન હોય તેમજ હાલ દર્દીને હોમ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા હોવાની માહિતી આરોગ્ય વિભાગ પાસેથી મળી હતી.

(12:09 am IST)