Gujarati News

Gujarati News

News of Wednesday, 4th May 2022

મોરબીમાં 5 મેના રોજ યોજાનાર જિલ્લા કક્ષાનો રોજગાર ભરતી મેળો મોકુફ.

ભરતી મેળામાં ઉપસ્થિત રહેવા જે ઉમેદવારોને એસ. ટી કૂપન મોકલવામાં આવેલ છે, તેનો ઉપયોગ નહી કરવા સૂચના

મોરબીમાં આવતીકાલ તા. ૦૫-૦૫-૨૦૨૨ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે ધી. વી. સી ટેકનિકલ હાઇસ્કૂલ, વી. સી. ફાટક પાસે રોજગાર વિનિમય કચેરી દ્વારા યોજાનાર જિલ્લા કક્ષાનો રોજગાર ભરતી મેળો હાલ મોકૂફ રાખવામાં આવ્યો છે.
આ અંગે મોરબીના રોજગાર અધિકારીની યાદીમાં જણાવ્યા અનુસાર, નિયામકશ્રી, રોજગાર અને તાલીમ, ગાંધીનગરના આદેશથી અનિવાર્ય કારણોસર, હાલ તુરત મોકૂફ રાખવામાં આવેલ છે, જેની સર્વે ઉમેદવારોએ અને નોકરીદાતાઓએ નોંધ લેવી. ફરીથી ભરતી મેળાનો કાર્યક્રમ નક્કી થયે સંબંધિતોને નવેસરથી આમંત્રિત કરવામાં આવશે, અને બહોળી પ્રસિદ્ધિ કરવામાં આવશે. ભરતી મેળામાં ઉપસ્થિત રહેવા જે ઉમેદવારોને એસ. ટી કૂપન મોકલવામાં આવેલ છે, તેનો ઉપયોગ નહી કરવાનું અને વધુ માહિતી અને માર્ગદર્શન માટે કચેરીના રોજગાર સેતુ કોલ સેન્ટર નંબર 6૬૩૫૭૩ ૯૦૩૯૦ પર સંપર્ક કરવાનું જણાવવામાં આવ્યું છે.

   
(12:06 am IST)