Gujarati News

Gujarati News

News of Wednesday, 4th May 2022

મોરબી : પ્રેમ પ્રકરણમાં યુવાનને મોતને ઘાટ ઉતારી દેનાર યુવતીની માતા અને બે મામા વિરુદ્ધ ગુનો નોંધાયો.

હત્યાના બનાવ મામલે ત્રણ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો.

મોરબી તાલુકાના મહેન્દ્રનગર ગામમાં રહેતા અને ૧૮૧ માં ડ્રાઈવિંગ કરતા યુવાનને ગામની જ યુવતી સાથે પ્રેમસંબંધ હોવાની પરિવારને જાણ થતા યુવતીની માતા અને બે મામા એમ ત્રણ શખ્સોએ અપહરણ કરી ઢોર માર મારતા ઈજાગ્રસ્ત યુવાનનું સારવારમાં મોત થતા પોલીસે યુવતીની માતા અને બે મામા એમ ત્રણ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા મિતેશ કુબાવત નામના યુવાન જે ૧૮૧ માં ડ્રાઈવિંગ કરતા હોય યુવાનને ગામમાં જ રહેતી યુવતી સાથે પ્રેમસંબંધ હતો જે બનાવ મામલે પરિવારને જાણ થતા યુવતીની માતા અને બે મામાએ ઝઘડો કરી યુવાનનું અપહરણ કરી ઢોર માર માર્યો હતો અને ઈજાગ્રસ્ત યુવાનનું સારવાર દરમિયાન મોત થતા બનાવ હત્યામાં પલટાયો હતો જેથી બનાવ મામલે ત્રણ આરોપીઓ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધાયો છે.
જેમાં ફરિયાદી ગીતાબેન ભરતભાઈ કુબાવતે પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તા ૦૩ ના રોજ દીકરો મિતેશ ૧૮૧ માં નોકરી કરતો હોય અને સાંજના સુમારે તે કૌટુંબિક ભત્રીજો નીતેશ સાથે બુલેટ બાઈક લઈને ઘરેથી નીકળ્યો હતો બાદમાં થોડીવારમાં નીતેશ આવી જણાવ્યું કે મહેન્દ્રનગર ગામમાં મિલન કટલેરી દુકાન પાસે એક બાઈક વાળાએ જાણી જોઇને બાઈક ભટકાડી બાદમાં આઈ ૧૦ કારમાં ધર્મેશભાઈ પટેલ રહે મહેન્દ્રનગર વાળા ઉતરી લાકડાનો પાવડાનો હાથો હતો જેના વડે મિતેશને શરીરે મારવા લાગેલ અને નીતેશ દોડીને આવતો રહ્યો હતો બાદમાં મિતેશની શોધખોળ કરતા હોય ત્યારે ચંદુભાઈ પટેલનો ફોન આવ્યો હતો જેમાં ભરતભાઈ તમે ક્યાં છો તમારો દીકરો અહી મહેન્દ્રનગર સીએનજી પંપ પાછળના ભાગે માર ખાધેલ હાલતમાં હોવાનું જણાવતા તુરંત ત્યાં પહોંચી ગયા હતા ત્યારે મિતેશે જણાવ્યું હતું કે તેને મહેન્દ્રનગર ગામમાં રહેતી હેત્વી પટેલ સાથે પ્રેમસંબંધ હોય જેની જાણ થતા મામા ધર્મેશ બાલુભાઈ વિડજા અને પરેશ બાલુભાઈ વિડજા તેમજ હેત્વીના મમ્મી મીનાબેન આવી કારમાં લઇ જઈને અપહરણ કરી ગયા હતા અને સીએનજી પંપ પાછળ વાડી વિસ્તારમાં લઇ જઈને ઢીકા પાટું અને લાકડાના ધોકા વડે માર માર્યો હતો જેથી ઈજાગ્રસ્ત મિતેશને મોરબીની ખાનગી હોસ્પિટલ બાદ રાજકોટ વધુ સારવાર માટે ખસેડ્યો હતો જ્યાં સારવાર દરમિયાન યુવાનનું મોત થયું હતું.
આમ આરોપી ધર્મેશ બાલુભાઈ વિડજા, પરેશ બાલુભાઈ વિડજા અને મીનાબેન બાલુભાઈ વિડજા રહે ત્રણેય મહેન્દ્રનગર તા. મોરબી વાળા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે હેત્વી સાથેના પ્રેમસંબંધમાં માતા મીનાબેન અને મામા ધર્મેશ અને પરેશ દ્વારા ઢોર માર મારતા યુવાનનું સારવારમાં મોત થયાની ફરિયાદ નોંધાઈ છે મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે
ત્રણ બહેનોએ એકનો એક ભાઈ ગુમાવ્યો
મહેન્દ્રનગર ગામે પ્રેમસંબંધ મામલે બે મામા અને માતાએ માર મારી યુવાનને મોતને ઘાટ ઉતારી દીધો હોય જે બનાવમાં મૃતક યુવાન ત્રણ બહેનોનો એકનો એક ભાઈ અને બાવાજી પરિવારે એકમાત્ર પુત્ર ગુમાવી દેતા પરિવારમાં હૈયાફાટ રુદનના દ્રશ્યો જોવા મળ્યા હતા.

   
 
   
(12:04 am IST)