Gujarati News

Gujarati News

News of Wednesday, 4th May 2022

મોરબી સહીત સમગ્ર ગુજરાતમાં કવોરી ઉદ્યોગની અચોક્કસ મુદતની હડતાલ.

સાત માંગ ના સંતોષાય ત્યાં સુધી હડતાલ યથાવત રહેશે શ્રમિકો ઉપરાંત ટ્રાન્સપોર્ટ વ્યવસાયને પણ ફટકો પડશે.

મોરબી સહીત સમગ્ર ગુજરાતમાં ધમધમતા કવોરી ઉદ્યોગને પડતી મુશ્કેલીઓ અંગે સરકાર સમક્ષ રજૂઆત કરવા છતાં કોઈ નિવેડો આવ્યો ના હોય જેથી તા. ૦૧ થી અચોક્કસ મુદતની હડતાલ શરુ કરાઈ છે જેમાં મોરબીની ૪૫ કવોરી ઉદ્યોગની ફેકટરીઓ પણ જોડાઈ છે જેથી ૨૦૦૦ લોકોની રોજગારીને સીધી અસર થશે.
મોરબી શહેરમાં કવોરી ઉદ્યોગ સાથે સંકળાયેલ ૪૫ એકમો બંધ કરવામાં આવ્યા છે અને રાજ્યવ્યાપી હડતાલમાં તેઓ જોડાયા હોવાથી ૨૦૦૦ લોકોની રોજગારીને સીધી અસર થશે અને રોયલ્ટી તેમજ ટેક્ષ સહિતની સરકારને મળતી પ્રતિદિન ૨૦ લાખની આવક પણ અટકી જશે ગુજરાત બ્લેકસ્ટોન કવોરી ઇન્ડસ્ટ્રીઝ એસો દ્વારા સરકાર સમક્ષ પાંચ વર્ષ અગાઉ પડતર માંગણીઓ અંગે હડતાલ કરવામાં આવી હતી અને સરકારની ખાતરી બાદ આંદોલન સમેટાયું હતું જોકે એકપણ પ્રશ્ન ઉકેલાયો ના હોવાથી તા. ૦૧ મેં થી સમગ્ર રાજ્યમાં કવોરી ઉદ્યોગ બંધ કરવામાં આવ્યો છે.
કવોરી ઉદ્યોગની સાત માંગણીઓ જેમાં ખાડા માપણી, ખાનગી માલિકીની જમીનમાં કવોરી લીઝો હરાજી વગર આપવા, કવોરી ઝોન ડીકલેર કરવા, ઈ.સી અને માઈનીંગ પ્લાન ગૌણ ખાનીજમાં નહિ હોવા, ખાણ ખનીજ અને આરટીઓ જોડાણ અલગ કરવા, ખનીજ કીમત રૂ ૩૫૦ છે તે ખોટું છે ખરેખર રૂ ૫૦ જ થાય છે તેમાં ફેરફાર કરવા, મશીન સેન્ડને સરકારી કામોમાં વાપરવા ફરજીયાત કરવા સહિતની સાત માંગણીઓ કરવામાં આવી છે અને માંગ ના સંતોષાય ત્યાં સુધી અચોક્કસ મુદતની હડતાલ ચાલુ રહેશે
ટ્રાન્સપોર્ટ અને બાંધકામ વ્યવસાયને અસર થશે.
કવોરી ઉદ્યોગ બંધ રહેતા ઉદ્યોગ સાથે જોડાયેલા મોરબીના ૨૦૦૦ સહીત હજારો કામદારોને અસર થશે તે ઉપરાંત માલનું પરિવહન અટકી જતા ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને અસર થશે એટલું જ નહિ બાંધકામ અને રી કાર્પેટ થતા રોડ રસ્તાના કામોને પણ વિપરીત અસર જોવા મળશે જોકે ઉદ્યોગકારો પોતાની માંગણીને લઈને અડગ છે અને માંગ ના સંતોષાય તો હડતાલ ખત્મ કરવાના મૂડમાં હાલ ઉદ્યોગકારો જોવા મળતા નથી.

   
(12:01 am IST)