Gujarati News

Gujarati News

News of Wednesday, 4th May 2022

ભારતી આશ્રમના મહંત હરીહરાનંદ ભારતી બાપુ જૂનાગઢ પહોંચ્યા : ચાર દિવસથી ગુમ થયા બાદ નાસિકથી મળ્યા

હરીહરાનંદ બાપુને સીધા જ વડોદરા ક્રાઇમ બ્રાંચ લઇ જવાયા હતા : આશ્રમ ત્યજીને બાપુ ત્રમ્બકેશ્વરમાં સ્થાયી થવા ઇચ્છતા હતા :બાપુ મળતા જ તેઓના ભક્તો અને શિષ્યોમાં ખુશીની લહેર ફરી

જૂનાગઢ ભારતી આશ્રમના મહંત હરીહરાનંદ ભારતી બાપુ જૂનાગઢ પહોંચ્યા છે. છેલ્લા ચાર દિવસથી ગુમ થયા બાદ તેવો નાસિકથી મળી આવ્યા હતા. વડોદરાથી જૂનાગઢ ભારતી આશ્રમ પહોંચ્યા હતા. તેમજ સરખેજના ભારતી આશ્રમના વિવાદને લઇને હરીહરાનંદ બાપુ નાસિક ચાલ્યા ગયા હતા તેવો ખુલાસો થયો હતો. આ ઉપરાંત હું વાદ-વિવાદથી દૂર ત્રમ્બકેશ્વરમાં ઝૂંપડુ બાંધીને ધાર્મિક માહોલમાં રહેવા ઇચ્છતો હતો. આશ્રમ ત્યજીને બાપુ ત્રમ્બકેશ્વરમાં સ્થાયી થવા ઇચ્છતા હતા.અને ત્રમ્બકેશ્વરમાં જ ઝૂંપડુ બાંધીને રહેવાનો નિર્ણય કર્યો હતો.

વિવાદથી વ્યથિત બાપુએ ગાદી, સંપત્તિ છોડવાનો નિર્ણય કર્યો હતો. 30મી એપ્રિલે બાપુ કપુરાઇ ચોકડીથી ટેમ્પોમાં બેસી ત્રમ્બકેશ્વર જવા નિકળ્યા હતા અને મનોર નજીક ફૂટપાથ પર રાતવાસો કર્યો હતો. મહત્વપૂર્ણ છે કે વડોદરાથી 300 કિમી દૂર નાસિક નજીકથી મળેલા બાપુએ સરખેજ આશ્રમની સંપત્તિ માટે દબાણ કરાતુ હોવાનો ખુલાસો કર્યો છે. ત્યારે હવે પોલીસ આ કેસમાં શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું.

 4 દિવસના નાટકીય ઘટનાક્રમનો અંત આવ્યો અને ગુમ હરીહરાનંદ બાપુને નાસિક નજીકથી સેવકોએ શોધી કાઢ્યા. બાપુ મળતા જ તેઓના ભક્તો અને શિષ્યોમાં ખુશીની લહેર ફરી વળી. બાપુને વડોદરા લવાતા હોવાના અહેવાલને પગલે, ગુરૂને આવકારવા સંતો-ભક્તોએ ભીડ કરી. હરીહરાનંદ બાપુને સીધા જ વડોદરા ક્રાઇમ બ્રાંચ લઇ જવાયા. જ્યાં તેઓની પુછપરછ કરવામાં આવી. પુછપરછમાં બાપુએ વિવાદોથી કંટાળીને ત્રમ્બકેશ્વર સ્થાયિ થવાનો નિર્ણય કર્યાનો ખુલાસો કર્યો. તો પુછપરછ પૂર્ણ થતાં બાપુ પોતાના શિષ્યો સાથે જૂનાગઢ આશ્રમ રવાના થયા. જૂનાગઢમાં પણ બાપુના ભવ્ય સ્વાગતની તૈયારીઓ કરાઇ છે..જોકે સરખેજ આશ્રમના ઋષિ ભારતીએ બાપુ ગુમ થવાના કેસમાં પોતાની ભૂમિકાના આરોપને ફગાવ્યો છે.

   
(11:51 pm IST)