Gujarati News

Gujarati News

News of Wednesday, 4th May 2022

મોરબીની ઉમા ટાઉનશીપમાંથી લાપતા થયેલ યુવતી સુરતથી મળી: મોરબીમાં રહેતો ઘેરથી નીકળ્યા બાદ યુવાન લાપતા.

મોરબીમાં તા.૨૯/૦૪/૨૦૨૨ના રોજ ઉમા ટાઉનશીપમાંથી લાપતા થયેલ યુવતી તા.૦૩/૦૫/૨૦૨૨ ના રોજ સુરતથી મળી આવી છે.
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર તા.૨૯/૦૪/૨૦૨૨ના રોજ અર્ચનાબેન ખીમજીભાઈ કૈલા નામની યુવતી ઉમા ટાઉનશીપમાંથી લાપતા થી હોવાની રાવ મોરબી સીટી બી ડિવીઝન પોલીસમાં નોંધાઈ હતી. જેને પગલે પોલીસ તપાસ હાથ ધરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે લાપતા યુવતીએ પ્રેમ લગ્ન કરેલ હોય અને તેના માતા પિતા સામાજીક લગ્ન કરી સ્વીકારતા ન હોય જેથી યુવતી તેના પતિ સાથે સુરત રહેવા જતી રહી હતી.
મોરબીમાં ઘરેથી નીકળ્યા બાદ યુવક લાપતા.
મોરબીમાં રાવલ શેરી માં રહેતો યુવક ઘરેથી નીકળ્યા બાદ લાપતા થતા મોરબી સીટી એ ડિવીઝન પોલીસમાં જાણ કરવામાં આવી છે
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર ઘેલાભાઇ રાજુભાઇ મેવાડા નામના યુવાને તા. ૦૩/૦૫/ ૨૦૨૨ ના સવારના સાડા સાત વાગ્યે ઘરેથી દુકાને પોતાની નોકરી પર જવાનું કહી લાપતા થતા તેના સંબંધી વિપુલભાઇ બટુકભાઇ મેવાડાએ મોરબી સીટી એ ડિવીઝન પોલીસમાં લાપતા થયાની ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસે લાપતા થયાની નોંધ કરીકાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

   
 
   
(10:51 pm IST)