Gujarati News

Gujarati News

News of Wednesday, 4th May 2022

મોરબી નજીક નેશનલ હાઇવેના સર્વિસ રોડ ઉપર ટ્રકની પલ્ટી :ભારે ટ્રાફીક જામ સર્જાયો :ટ્રક પલ્ટી ગયા બાદ વીજ પોલ પણ તૂટ્યો

મોરબી : મોરબી નજીક નેશનલ હાઇવેના સર્વિસ રોડ ઉપર પુરપાટ ઝડપે આવતા ટ્રેકે ઓચિંતા જ પલ્ટી મારી દીધી હતી. આ ટ્રક પલ્ટી મારી ગયા બાદ વીજ પોલ હડફેટે ચડતા વિજપોલ પણ તૂટી ગયો હતો. આથી ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો.

(10:49 pm IST)